વિકાસના નામે વિનાશ: ગોધરા રામસાગર તળાવનું પુરાણ કરી બ્યુટીફિકેશનની કામગીરી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગરપાલિકા દ્વારા શહેરની શોભામાં વધારો થાય તે માટે શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક રામસાગર તળાવની બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે
પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા તળાવમાં માટી પુરણ કરી કામગીરી કરવામાં આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ કોન્ટ્રાકટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકા દ્વારા કરાયેલ ટેન્ડરિંગ મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે
ત્યારે તળાવ પુરણ કરીને કરવામાં આવતી વિકાસની કામગીરી સામે જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરવાની સાથે આ પ્રકારની કામગીરી વિનાશની હોવાનું જાણવી આ પ્રકારે થતી કામગીરી અટકાવવાની માંગ કરી હતી.
ગોધરા શહેરની મધ્યમાં ઐતિહાસિક રામસાગર તળાવ આવેલું છે અને આ તળાવની ફરતે પાલિકાનું મસમોટું મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર પણ આવેલું છે અંદાજિત ૬૦૦ જેટલી દુકાનો પણ ધમધમી રહી છે કેટલાક દુકાનદારો દ્વારા તળાવના પાછળના ભાગમાં મોટાપાયે ગેરકાયદે દબાણ ઊભું કરી દુકાનો લાંબી કરી દેવામાં આવી છે જેથી તળાવના કદમાં પહેલેથી ઘટાડો નોંધાયો હતો
ત્યારે હવે આ તળાવની હાલમાં બ્યુટીફિકેશન ની કામગીરી ચાલી રહી છે ત્યારે નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટર દ્વારા વોક-વેની કામગીરી દરમિયાન જબરજસ્ત માટીનું દબાણ કરી વોક-વે બનાવવામાં આવતા જાગૃત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે તળાવની બુટીફિકેશનની કામગીરી થઈ રહી છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે
એક તરફ રાજ્ય સરકાર તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે વિવિધ યોજનાઓ થતી કામગીરી કરાવી રહી છે ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા તળાવ નુ પૂરણ કરી વિકાસની કામગીરીને વેગ આપતી હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ પ્રકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરની સુંદરતામાં વધારો કરતું રામસાગર તળાવ ધાર્મિક લાગણીઓ સાથે પણ જોડાયેલું છે
અહીંયા વર્ષોથી ગણપતિ વિસર્જન દશામાનું વિસર્જન પણ કરવામાં આવે છે પહેલેથી શહેરીબાવાઓ ના પાપે તળાવમાં ગેરકાયદે દબાણો ઉભા થયા છે ત્યારે હવે તળાવને બચાવવાની જગ્યાએ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તળાવને પુરાવીને આ કયા પ્રકારના વિકાસની કામગીરી કરે છે તેને લઈને ભરેવચર્ચાએ જોર પકડ્યું છે વિકાસ નહીં પરંતુ તળાવનો વિનાશ થઈ રહ્યો હોવા છતાંય પાલિકાના જવાબદાર સત્તાધીશો બેદરકાર બને છે
જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નું પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. તળાવમાં દબાણ કરવામાં આવતા આગામી દિવસોમાં હાઇકોર્ટ ની અંદર પીઆઈએલ પણ દાખલ કરવામાં આવનાર હોવાનું પણ જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે હવે જોવું રહેવું કે આગામી દિવસોમાં પાલિકા આ મામલે કયા પ્રકારની કામગીરી હાથ ધરે છે.