Western Times News

Gujarati News

ગોધરામાં બસ સ્ટેશન નજીકના રસ્તાઓની કામગીરીમાં વિલંબ થતા વેપારીઓનો દેખાવો

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર ના હાર્દસમા બસ સ્ટેશનથી બગીચા જતા માર્ગ ઉપર પાલિકા સભ્ય દ્વારા સમારકામની બાહેધરી આપવામાં આવ્યા છતાં પણ કામગીરી મા વિલંબ થતા આજરોજ ફરી એક વખત સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકા શરમ કરો શરમ કરો ના ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવીને રોષ ઠાલવ્યો.

અગાઉ એક સપ્તાહ પહેલા વેપારીઓ મા ભારે નારાજગીઓ જોવા મળતા સ્થાનિક પાલિકા ના સભ્ય દોડી આવીને સ્થાનિક દુકાનદારો ને રૂબરૂ માં મુલાકાત કરી ને તાત્કાલિક માર્ગ નું સમારકામ કરવાની બાહેધરી આપવામાં આવી હતી પરંતુ જે રીતે પાલિકાના સભ્ય દ્વારા આપવામા આવેલ બાહેધરી મા વિલંબ થતા આજરોજ ફરી એક વખત સ્થાનિક દુકાનદારોએ માર્ગો ઉપર ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવીને રોષ ઠાલવ્યો હતો.

શહેર ના કહેવાતા હાર્દસમા અને સતત ધમધમતો બસ સ્ટેશન થી બગીચા તરફ જતા માર્ગ ઉપર મસ મોટા ખાડાઓ સાથે ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિક વેપારીઓમાં ભારે પરેશાની ઉઠવા પામી છે જેને લઈને સ્થાનિક દુકાનદારો દ્વારા વારંવાર પાલિકા ના સત્તાધીશો તથા પાલિકા સભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તે રજૂઆત ને ધ્યાને નથી લેવામાં આવતા વેપારીઓ સહિત વાહનચાલકો અને ભારે મુશ્કેલીનો સામનો કરીને માર્ગ ઉપરથી પસાર થવાનો વારો આવ્યો છે.

અને અનેક વખત આ માર્ગ ઉપર અકસ્માતની ભરમારો પણ જોવા મળી છે્‌. તેમજ માર્ગ ઉપર પાથરવામાં આવેલ મેટલ ના પથ્થર પણ બહાર આવવા પામ્યા છે તેમજ માર્ગ ઉપર પાથરવામાં આવેલી ડસ્ટ ના કારણે અવન જવન કરતાં મુસાફરો અને સ્થાનિક દુકાનો માં ધૂળની ડમરીઓ ઉડતા વેપારીઓ ને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડતી હોવાની વેદનાઓ વ્યક્ત કરી છે

પરંતુ જે રીતે પાલિકાના સત્તાધીશો દ્વારા આ માર્ગની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં ન આવતા આજરોજ ફરી એક વખત સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકા શરમ કરો શરમ કરો હાય રે નગરપાલિકા હાય હાય ના નારા સાથે એક તરફનો માર્ગ બંધ કરીને ભારે સૂત્રોચાર સાથે વ્યાપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને અમારી માંગ સંતોષવામાં નહી આવે તો આવનારા દિવસોમાં ગાંધીજીના માર્ગે ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.