ગોધરામાં SBIના મોટાભાગના ATM બંધઃ લોકોને મુશ્કેલી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં આવેલ એસબીઆઈ બ્રાન્ચના મોટાભાગના એટીએમ બંધ હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને પૈસા ઉપાડવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
જ્યારે ગ્રાહક બેંકમાં એસબીઆઇના અધિકારીઓને મળે છે તો તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુતર આપવામાં આવતા નથી. જેથી પૈસા ઉપાડવા માટે આવેલા લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે. ગોધરાના એસબીઆઈના મોટાભાગના એટીએમ ઉપર ગોધરાના નગરજનો ફરી ફરીને થાક્યા પરંતુ એટીએમના શટલ બંધ જોવા મળી રહ્યા છે. જેના લીધે ઉંમરલાયક સિનિયર સિટીઝન અને આમ જનતાને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે..
ગોધરાના સ્થાનિક રહીશ ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ સવારથી પૈસા ઉપાડવા માટે નીકળ્યા હતા તેઓ સૌપ્રથમ ચિત્ર સિનેમા રોડ ઉપર આવેલ લોખંડવાલા કોમ્પલેક્ષ ના એસબીઆઇના બ્રાન્ચ પાસે ગયા પરંતુ એટીએમના શટલ બંધ હોવાના કારણે તેઓ ત્યાંથી બામરોલી રોડ ઉપર આવેલી જહ્વૈ ની બ્રાન્ચ પાસે ગયા તો તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે.
ગાંધી પેટ્રોલ પંપ ઉપર એટીએમ છે તો એટીએમ ની આગળ રીનોવેશનની કામગીરી ચાલી રહી છે જેને લઈને તે પણ બંધ છે. દાહોદ રોડ અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા જલારામ પ્લાઝામાં એટીએમ નું શટલ બંધ હતું ત્યારબાદ ફરી ગીરીશભાઈ લોખંડવાલા કોમ્પ્લેક્સ માં એસબીઆઇ બ્રાન્ચમાં આવ્યા તો એટીએમમાં પૈસા કાઢવા ગયા તો એટીએમમાં પૈસા ન હતા જેથી તેઓ બેંકના મેનેજરને મળવા માટે ગયા મેનેજર એ પટાવાળાને બોલાઈને કહ્યું કે
બાજુના સાહેબને મળાવી દે ત્યારબાદ તેઓ બાજુના સાહેબને મળવા ગયા તો તેઓએ કહ્યું કે આ મારું ટેબલ નથી તમે સામે વાળા સાહેબને મળો તો સામેવાળા સાહેબે કહ્યું કે ભાઈ હાલ ટેકનિકલ ઇસ્યુ છે એટલા માટે એટીએમ બંધ છે
જેથી મેં કહ્યું કે બધા એટીએમ તો બંધ ના હોય ને તો તેઓએ જવાબ આપ્યો કે ભાઈ એટીએમ બધા એસબીઆઈના નથી એ અમુક એજન્સીના હોય છે આમ કરીને જવાબ આપ્યો હતો જ્યારે એટીએમ નો મિનિંગ થાય છે ઓલ ટાઈમ મની પરંતુ અહીં તો મની મળતી નથી ઉલ્ટા શટલ બંધ જોવા મળી રહ્યા છે.