ગોધરા શહેરા ભાગોળ ખાતે છેલ્લા ચાર મહિનાથી અંડરગ્રાઉન્ડ બ્રિજની કામગીરી બંધ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરા ભાગોળ ફાટક ના નવીન બની રહેલા અંડરપાસની કામગીરી છેલ્લા ચાર માસથી બંધ રહેતા સ્થાનિક રહીશો અને વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે.
જેમાં રેલ્વે પ્રશાસન અને ગોધરા નગરપાલિકા સાથે આર એન્ડ બી વિભાગ દ્વારા દોઢ વર્ષ અગાઉ શહેરા ભાગોળ અંડરપાસ બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર માસ થી કામગીરી કોઈ કારણોસર બંધ હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો રહીશો અને વેપારીઓએ થાળી વગાડી ભારે સૂત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા ભાગોળ વિસ્તાર મા જીવન જરૂરિયાત ચીજ વસ્તુના દુકાનો આવેલી છે . જેથી અહી જિલ્લામાં થી નાના મોટા વેપારીઓ ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતુ રેલવે અંડર ગ્રાઉન્ડ બ્રિજ ની કામગીરી બંધ હોવાથી ધંધા ઉપર પણ માઠી અસર જોવા મળી છે.
હાલ તો વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાય છે કારણ કે ગોધરા માં પ્રવેશ કરવા માટે ભુરાવાવ થઈને બસ સ્ટેશન થી બજારમાં જવું પડતું હોય છે જેને લઇને અનેક વખત ભારે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાતા હોય છે.
શહેર ના શહેરા ભાગોળ ફાટક પાસે એલસી ફોરગેટ ઉપર અંડરપાસ બ્રિજ બનવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય થવા છતાં પણ અંડરપાસની કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા આજુબાજુના સ્થાનિક રહીશ સાથે રાહદારીઓ અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.
વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા ચાર મહિનાથી અંડરપાસ બ્રિજ બનાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવતા લોકો ભારે તકલીફમાં મુકાયા છે.
બીજી બાજુ અંડર ગ્રાઉન્ડ બ્રિજ નું કામ બંધ હોવાથી અને આગામી ચોમાસા ના દિવસો હોવાથી બ્રિજની અંદર પાણી ભરાઈ જતા મચ્છરજન્ય રોગોનો ઉપદ્ર થવા પામ્યો છે. જેને લઇને સ્થાનિક રહીશો પણ ભારે રોગચાળો ફાટી નીકળે તેવી દહેસત સેવાઈ રહી .હાલતો આ અંડર ગ્રાઉન્ડ બ્રિજની કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.