ગોધરામાં શહેરા ભાગોળ ખાતે અંડરપાસની કામગીરીમાં ઝડપ વધતાં સ્થાનિકો ખુશ

oplus_2
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક ધારાસભ્ય તેમજ જાગૃત નાગરિકો દ્વારા રેલવે વિભાગ તેમજ રાજ્ય સરકાર ને નવીન અંડર પાસ બનાવવા માટેની રજુઆત સાથે માંગ કરવામાં આવી હતી.
જે માંગને અને રજુઆત ને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ અને રાજ્ય સરકારની મંજૂરી ની પ્રક્રિયા બાદ નવીન અંડર પાસ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા પૂર્વે ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં આ જ જગ્યા ઉપર રેલવે ફાટક હતી.જે રેલવે ફાટક નો શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપયોગ કરતા હતા.રેલવે ફાટક હોવાના કારણે લોકોને ફાટક પસાર કરવામાં ઘણો સમય નો વ્યય થતો હતો.ત્યારે સ્થાનિક ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા જાગૃત નાગરિકો દ્વારા રજુઆત કરાતા રેલવે વિભાગ તેમજ રાજ્ય સરકાર નાં પ્રયત્નોથી નવીન અંડર પાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જે ચાલુ પણ કરી દેવામાં આવી હતી.જે ચાલુ કામગીરી દરમિયાન ચોમાસાની ઋતુમાં આ જગ્યા ઉપર વરસાદી પાણી તેમજ તળાવનું પાણી ભરાઈ જતાં કામગીરી ઉપર રોક લાગી ગઈ હતી.ત્યારે આજ રોજ પુનઃ આ કામગીરી તેજ બનાવવામાં આવી છે.રેલવે વિભાગ દ્વારા આજ રોજ ત્રણ કલાકનો બ્રેક લઇ અંડર પાસ ઉપર લોખંડની ગડરો મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી.
હાઈટેક ટેકનોલોજી ધરાવતી ક્રેનોની મદદથી અંડર પાસ ઉપર લોખંડની ગડરો મૂકવાની કાર્યવાહી તેજ કરવામાં આવી.જેથી હવે વહેલી તકે આ અંડર પાસ શરૂ કરવામાં આવશે.જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે.