ગોધરા શહેરમાં પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

વિજયાદશમીના પર્વને લઈ પોલીસ અધિકારીઓ સહિત વિવિધ સમાજ ના લોકો ધ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રોકત વિધિથી શસ્ત્રપૂજન કર્યું.
ગોધરા, પંચમહાલ સહિત ગોધરા શહેરમાં આજે ઉમંગ અને ઉત્સાહ સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી થઈ હતી જેમાં સવારે પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરાયું હતું
દશેરાનું પર્વ હોય મિઠાઈ-ફરસાણવાળાની દુકાનોએ જલેબી, પાપડી,ફાફડા ચોળાફળી, મિકસ મિઠાઈ સહિતની આઈટમ માટે સતત ધસારો રહ્યો હતો.
ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં વિજયા દશમીનું પર્વ ઉજવાયુ હતુ. વિજયા દશમીના દૈવી શક્તિનાં અસૂરી શકિત પર વિજયના પર્વે પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજ ના લોકો ધ્વારા શાસ્ત્રોકત વિધિથી શાસ્ત્રપૂજન કર્યું હતું.
વિજયાદશમી ના પર્વને અનુલક્ષી મિઠાઈ-ફરસાણવાળાને ત્યાં સવારથી તડાકો પડયો હતો. જલેબી, પાપડી,ફાફડા ચોળાફળી, મિકસ મિઠાઈ સહિતની આઈટમોની ખરીદી માટે મોડી સાંજ સુધી લોકોનો ધસારો રહ્યો હતો.આ સાથે શોરૂમો પર પણ નાના મોટા વાહનોની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને નવા વાહનની ખરીદી કરી પર્વની ઉજવણી કરી હતી
ગોધરામાં મોટી સંખ્યામાં ટુ વ્હીલર વાહનોનું વેચાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.સમી સાંજે ગોધરામાં કેટલીક જગ્યાએ રાવણ-દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ ઉમંગ ઉત્સાહ સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી પંચમહાલ વાસીઓ ધ્વારા કરવામાં આવી હતી.
ગોધરા નગરપાલિકા ધ્વારા શહેરના લાલબાગ મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો ની હાજરી જોવા મળી હતી ભારે આતશબાજી બાદ રાવણ પુતળા નું દહન કરવામાં આવ્યું હતું દરમ્યાન પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. (તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા)