અસહ્ય ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી આ ગ્રુપે માનવતાનું કાર્ય શરૂ કર્યુ

ગોધરામાં શિવ ગંગા ગ્રુપ દ્વારા વિનામૂલ્ય આરો (પાણીનુ) કુલર મૂકવામાં આવ્યું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ અસહ્ય ગરમીમાં લોકો ને રાહ મળે તે હેતુ થી શિવ ગંગા ગ્રુપે માનવતાનું કાર્ય શરૂ કર્યું છે.
શિવ ગંગા ગ્રુપે કલાલ દરવાજા વિસ્તારમાં આરો પાણીની ઠંડી પરબ શરૂ કરી છે. આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી છે. અહીં અંતરિયાળ ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે.વર્તમાન સમયમાં પાણીની એક બોટલની કિંમત ?૨૦ છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આટલી કિંમત ચૂકવવી મુશ્કેલ બને છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિવ ગંગા ગ્રુપે નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા કરી છે.આ પહેલથી દૂરથી આવતા દર્દીઓ અને તેમના સગાઓને મફત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. ગરમીના દિવસોમાં આ સેવા વિશેષ ઉપયોગી સાબિત થઈ રહી છે.
સ્થાનિક લોકો આ માનવતાવાદી કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. શિવ ગંગા ગ્રુપના પ્રમુખ દિપેશભાઈ ઠાકોર, અજયભાઈ ઠાકોર, તેમજ નામચીન ગાયનેક ડોક્ટર અલ્પેશભાઈ પટેલ તેમન ગ્નુપ તમામ સભ્યો ઉપસ્થિત રહીને આરો પાણી કુલર નુ શુભારંભ કરીને લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.