ગોધરામાં સિંધી સમાજ દ્વારા આન બાન અને શાનથી ચેટીચાંદ પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં ચેટીચાંદ પર્વને અનુલક્ષીને સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલની ૧૦૭૫મી જન્મ જયંતીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
જેમાં વહેલી સવારથી સિંધી સમાજના વડીલો યુવાનો બહેનો અને બાળકો ઝુલેલાલ મંદિર ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા, ભગવાન જુલેલાલના ગુણગાન સાથે ચેટીચંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ગોધરા શહેર ખાતે આજરોજ આયોલાલ ઝુલેલાલના નાદ સાથે ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેર માં બપોર બાદ ઝુલેલાલ ભગવાનની ભવ્ય શોભાયાત્રા વિવિધ માર્ગો પર નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં સીંધી સમાજના લોકો જોડાયા હતા અને ઠેરઠેર શોભાયાત્રા નું વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજના લોકો તેમજ રાજકીય હોદ્દેદારો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગોધરા શહેર માં વસતાં સીંધી સમાજ ધ્વારા ચેટીચંદ પર્વની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી .આ પ્રસંગે ઝુલેલાલ ભગવાનની શહેર ના વિવિધ માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં આયોલાલ ઝુલેલાલના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. વેપારી ભાઇઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી ઉત્સવમાં ભાગ લીધો હતો.
ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની જયંતિને ચેટીચંદ તેમજ નૂતનવર્ષ તરીકે પણ ઉજવાતા હોય છે .આ પર્વ દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ ઉલ્લાસભેર મનાવાયુ હતુ. આ પવિત્ર દિને ગોધરા શહેર મા વસતા સીંધી સમાજે ભવ્ય ઉજવણી કરી ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન ની પુજન અર્ચન કર્યું હતુ. આ શોભાયાત્રામાં વડીલો યુવાનો ,બહેનો અને બાળકો મોટી સંખ્યા મા જોડાયા હતા અને આયોલાલ ઝૂલેલાલ ના જય જય કાર થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.
આ દરમ્યાન ભકતો માટે વિવિધ જગ્યાએ પ્રસાદ અને શરબતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.ગોધરા માં વાજતેગાજતે નીકળેલી શોભાયાત્રા શહેરમાં આકર્ષક નું કેન્દ્ર બની હતી. ગોધરા શહેર ના શહેરા ભાગોળ, રણછોડજી મંદિર રોડ ,હોળી ચકલા , સાવલીવાડ બહારપુરા, પાંજરાપોળ, કલાલ દરવાજા સહીત ના વિસ્તારોમાં શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ શોભાયાત્રામાં સીંધી સમાજ ના હજારો લોકો જોડાયા હતા આયોલાલ ઝુલેલાલના નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતુ. શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન લાઈટીંગ ,ડી.જે તથા આતિષબાજી સાથે ભગવાન ઝુલેલાલ ની નીકળેલી શોભાયાત્રા આકર્ષક નું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા ની પૂર્ણહુતિ બાદ શહેર ના તળાવ રોડ પાસે આવેલ ઝુલેલાલ ધાટ ખાતે મોડી રાત્રે મહાઆરતી કરી જયોતનુ વિસર્જન કર્યું હતું.