ગોધરા સિંધી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર સિંધી સમાજ નાં અભ્યાસ કરતા બાળકો નું તેજસ્વી તારલાઓ નું સન્માન શ્રી ગોધરા સિંધી સમાજ ધ્વારા શ્રી ઝુલલાલ ચાલીહા સાહેબ વ્રત પુર્ણાહુતિ ના દિવસે કરવામાં આવ્યું.
વર્ષ ૨૦૨૨ માં ધો.૧૦, ધો.૧૨ ડિગ્રીકોર્ષ ,સ્પેશિયલ કોર્ષ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હોય અથવા કોઈ વિશિષ્ટ કોર્ષ માં ઉપલબ્ધિ હાંસલ કરી હોય તે તમામે તમામ બાળકોઓનેં શિલ્ડ અને મેડલ સમાજના આગેવાનો અને હોદેદારો દ્વારા આપવામાં આવેલ હતુ .
આ કાર્યકમ માં પરમ પૂજ્ય દીદી પુષ્પાબેંન, અશોકભાઈ ભગત, ગોધરા સિંધી સમાજના પૂર્વ પ્રમુખ કિશોરીમલ ભાયાણી, કમલેશભાઈ શર્મા, માજી નગર પાલિકા પ્રમુખ મુરલીભાઈ મુલચંદાણી, દક્ષિણ પ્રાંત નાં પ્રમુખ દયાલભાઈ ભગત, લિલારામ સંતાણી, અશોકભાઈ રાવલાણી તેમજ સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા સિંધી સમાજના બાળકોને પ્રેરણા આપવાનું આ કાર્યકમ નું ખુબજ સુંદર સંચાલન રાજુભાઈ લાલવાણી અને લલિતભાઈ મગનાની સહિતના સાથીઓ દ્વારા કરવામાં આવેલ હતુ.