ગોધરામાં સિંધી સમાજના સંતોએ ભક્તો સાથે હોળી ઉત્સવની ઉજવણી કરી

(પ્રતિનિધિ)ગોધરા, હોળીનો તહેવાર પણ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરે છે. દુષ્ટતા,અહંકાર,અનઇચ્છાઓ અને નકારાત્મકતાને બાળી નાખવા માટે રંગોના તહેવાર હોળીના આગમનના ભાગરૂપે આજ રોજ ગોધરા ખાતે સિંધી સમાજના સંતોમાં વૃંદાવન ધામના પ.પૂ.સંત દિનેશકુમાર પ્રેમપ્રકાશી, અમરાવતી ધામના સંત પ્રકાશભાઈ અને ઉજ્જૈન નગરીના સંત જયકુમાર પ્રેમપ્રકાશ્રી દ્વારા ગોધરા ખાતે ભક્તોની સાથે ફૂલોથી ઉજવણી કરવામાં આવી.
સંતોએ ભક્તો સાથે ફૂલોની હોળી રમી આશિષ પાઠવ્યા હતા. સાથે સાથે બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશ શર્મા અને પૂજ્ય પરમેશ્વરી દીદી પણ હાજર રહી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત મધુર સંકીર્તન અને ભજનથી થઈ હતી.જેને સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સંતોએ ભક્તિ અને ભગવાનના નામ જપનો મહિમા સમજાવ્યો હતો. ભક્તો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
આવનાર હોળી ઉત્સવ બંધન, મિત્રતા, એકતા અને શાંતિપૂર્ણ સહ અસ્ત્તિવ પ્રસ્થાપિત કરવાનો આ તહેવાર છે. આજના ફુલોની હોળી ઉત્?સવનું જો કોઇ શ્રેષ્ઠ પાસુ હોય તો તે ગીત સંગીત અને નૃત્?ય છે. હોળીનો સીધો સંબધ વસંત ઋતુ સાથે છે અને રાધા કૃષ્?ણના હોળી ખેલનના હજારો પદ મળી આવે છે.
આ ઉપરાંત રાધાકૃષ્ણની ઝાંખી દ્વારા પણ તમામ ભક્તિલીન ભક્તો ઉપર ફૂલ વર્ષા કરવામાં આવી. હોળીનો ઉત્?સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્?સવમાં પણ સંયમની દિક્ષા આપતો સંઘ નિષ્?ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી નબળીવૃતિ ને બાળવાનો સંદેશ આપનારો ઉત્?સવ છે.
આ કાર્યક્રમ દરમિયાન ભગવાનની પધરામણી, મહાઅભિષેક, મહા આરતી, મધુર કીર્તન અને હાથ પ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું.સિંધી સમાજ ગોધરાએ કાર્યકમમાં ઉપસ્થિતિ તમામનો સત્કાર અને અભિવાદન કર્યો હતો.