TRB જવાનોએ વિવિધ માંગણીઓને લઇ ગોધરા જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં ફરજ બજાવતા તમામ ટી.આર.બી.માનદ સેવકો દ્વારા આજ રોજ ગોધરા કલેકટર કચેરી ખાતે આવી જિલ્લા અધિક કલેકટર ને પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર સાથે લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે
સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ટી.આર.બી.માનદ સેવકો જેઓએ તેઓની ફરજના ૧૦ થી ૧૫ વર્ષ ટ્રાફિક વિભાગમાં પૂર્ણ કરેલ છે તથા નવા ભરતી થયેલા તેવા તમામ ટ્રાફિક બ્રિગેડ ના જવાનો કે જેઓને પ્રતિ દિન રૂ.૩૦૦ નું સામાન્ય વેતન આપવામાં આવે છે.જે હાલની મોઘવારીના સમયમાં ખુબ જ ઓછું છે.તેના કારણે ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
તથા નોકરીનો સમય પોલીસ કર્મચારીના નોકરીના સમય (૮ કલાક) સમકક્ષ છે તેમજ તમામ પ્રકારના વી.વી.આઈ.પી. બંદોબસ્ત ટી.આર.બી. જવાનોને ફાળવવામાં આવે છે તથા જે અનુસંધાને લઘુતમ વેતન દર પ્રમાણે પ્રતિ દિન રૂ.૩૦૦ નું વેતન આપવામાં આવે છે.જે યોગ્ય ન હોય જેથી અમારી પડતર માંગણીઓ મુજબ ગુજરાતના દરેક જિલ્લામાં ટ્રાફિક ટ્રસ્ટ રદ કરીને સરકારના ધારા ધોરણની અંદર વર્ગ-૪ માં ગણી રૂ.૨૦ હજાર પગાર કરવો.
એક વર્ષમાં બે જોડી યુનિફોર્મ તથા અન્ય ક્લોથીંગની સામગ્રી ઇસ્યુ કરવામાં આવે.૧૦ કે ૧૪ વર્ષની નોકરી થાય તેને વર્ગ-૪ નો દરજ્જો આપવો અને કાયમી કરો. તેમજ ઁહ્લ તેમજ ઈજીંઝ્ર મેડિકલ લાભ આપવાની પણ માંગ ગોધરાના ટી.આર.બી જવાનો દ્વારા કરવામાં આવી હતી.