Western Times News

Gujarati News

ગોધરાના વેજલપુર પાસે ટ્રકમાં આગ, ૧૫૦ જેટલી ઘાસની ગાસડીઓ આગમાં ભસ્મ

(પ્રતિનિધિ) ગોધરા, વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જાણવા જોગ ફરિયાદ મુજબ ગંભીર અકસ્માત ટળ્યો છે. ડ્રાઈવર મુજ્જફર સબ્બીર દાવની ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

ટ્રક કાકણપુર (શિવપુરી)થી ઘાસની ગાંસડીઓ ભરીને વેજલપુર નજીક ઘુસર ગામે જઈ રહી હતી. વેજલપુર રોડ પર ઇસરોડીયા ગામ નજીક પહોંચતા ટ્રકના ડ્રાઈવર સાઈડના બોનેટના ભાગમાં અચાનક શોર્ટ સર્કિટ થયું.શોર્ટ સર્કિટથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘાસની ગાંસડીઓ સાથે આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ. સદનસીબે, ડ્રાઈવર સમયસર ટ્રકમાંથી બહાર નીકળી ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

બીજી બાજુ ટ્રક ચાલકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ના જવાનો તાત્કાલિક ઇસરોડીયા ગામે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.જ્યારે આગના બનાવમાં ટ્રક સહિત ૧૫૦ ઘાસની ગાંસડીઓ આગમાં સ્વાહા થઈ ગઈ હતી.કાકણપુર ખાતે આવેલા શિવપુરીથી ૧૫૦ ઘાસની ગાંસડીઓ ભરીને વેજલપુર નજીક ઘુસર ગામે જઈ રહ્યા હતા

ત્યારે વેજલપુર રોડ પર આવેલા ઇસરોડીયા ગામ નજીક ટ્રકના ડ્રાઈવર સાઈડના બોનેટના ભાગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી.જેથી તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડના ઓફિસર પી એફ સોલંકીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ઇસરોડીયા ગામે પહોંચી આગ ઉપર સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.