દુધના પાઉચ નાળામાં મળી આવતા ચકચારઃ તંત્ર સામે સવાલો ઊઠ્યાં

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના આંગળીયા ગામ નજીક આવેલા કોઝવેના નાળામાં દુધ સંજીવની યોજના હેઠળના ઘણા દુધના પાઉચ ફેંકેલી હાલતમાં મળ્યો છે. આ બનાવ અંગે સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં રહેતા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી સંજીવની દુધ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પોષક તત્વો ભરપૂર દુધ આપવામાં આવે છે.
તેથી, આવા દુધના પાઉચ નાળામાં ફેંકાયેલ હોવા એ ગંભીર મુદ્દો છે. એ પ્રશ્નો ઊભા થાય છે કે આ પાઉચ કોણે અને કેમ ફેંક્યા? શું દુધનો ઉપયોગ બાળકો સુધી પહોંચતા પહેલાં જ રોકાઈ ગયો? કે પછી વિતરણ પ્રક્રિયામાં કોઈ બેદરકારી થઇ? હવે તંત્ર માટે આ બનાવ ચિંતાનું કારણ બન્યો છે.
અને વિસ્તૃત તપાસની માંગ ઉઠી છે. જો આ દુધ બાળકીના પોષણ માટે હતું અને તે જો વાપરવામાં આવ્યું નથી તો જવાબદારો કોણ? દોષિતોના જવાબદારી નક્કી કરીને યોગ્ય કાર્યવાહી જરૂરી છે.