વાંકડિયા, ગૂંચવાયેલા વાળને સ્લીક, ચમકતા કરે છે ગોદરેજનું આ સ્ટ્રેઇટ સ્મૂધ

ગોદરેજ પ્રોફેશનલે નવા સર્રીયલ કલેક્શન સાથે અમદાવાદમાં 200થી વધુ હેરસ્ટાઇલિસ્ટ્સની કુશળતા વધારી-અભિનેત્રી અવનિત કૌરે રેમ્પ વૉક કર્યું
અમદાવાદ, 20 મે, 2025 – ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની હેર કેર, કલર, સ્ટાઇલિંગ અને ટ્રીટમેન્ટ્સમાં પ્રોડક્ટ્સ ધરાવતી પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલ્સે તેનું લેટેસ્ટ હેર કલર કલેક્શન ધ સર્રીયલ કલેક્શન અને મોર્ડન સ્ટ્રેઇટનિંગ ટેક્નિક સ્ટ્રેઇટ સ્મૂધ રજૂ કર્યા છે જે અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં અગ્રણી સલૂનમાં હવે ઉપલબ્ધ છે.
આ પ્રસંગે ગોદરેજ પ્રોફેશનલે એક દિવસની ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં અમદાવાદ અને ગુજરાતના 200થી વધુ સલોનિસ્ટ્સ અને સ્ટાઇલિસ્ટ્સ એકત્રિત થયા હતા. આ ઇવેન્ટમાં સલોન પ્રોફેશનલ્સને એડવાન્સ્ડ કલરિંગ ટેક્નિક્સમાં કુશળ બનાવવા માટે તૈયાર કરાયેલા વિશિષ્ટ ટ્રેનિંગ સેશન્સ યોજવામાં આવ્યા હતા જેનું સમાપન એક અભૂતપૂર્વ હેર શૉ દ્વારા થયું જેમાં સર્રીયલ કલેક્શનને ભવ્યતા સાથે રજૂ કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના ગ્લેમરનો સ્પર્શ ઉમેરતા અભિનેત્રી અવનિત કૌરે કલેક્શનના એક સિગ્નેચર લૂક સાથે રેમ્પ વૉક કર્યું હતું.
ગોદરેજ પ્રોફેશનલના બિઝનેસ હેડ અભિવન ગ્રાંધીએ જણાવ્યું હતું કે “દાયકાઓથી ગોદરેજ ભારતના હેર કલર માર્કેટમાં ટ્રેલબ્લેઝર રહી છે અને રિટેલ સેક્ટરમાં પોતાનું મજબૂત સ્થાન બનાવીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવી છે. આ નિપુણતા પર આધાર રાખીને અમે થોડા વર્ષો પહેલા ગોદરેજ પ્રોફેશનલ સાથે પ્રોફેશનલ હેર કેરમાં પ્રવેશ કર્યો હતો. અમારું સ્પષ્ટ વિઝન હતું કે હેરસ્ટાઇલિસ્ટ્સને સશક્ત બનાવવા અને સલોનને નવીનતા તથા રચનાત્મકતાના કેન્દ્રોમાં ફેરવવા.”
અભિનવે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે “આજે હેરસ્ટાઇલિસ્ટ્સ સલોનમાં અલ્ટીમેટ ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે. તેમની કુશળતાઓ સીધી જ સર્વિસની ગુણવત્તા તથા ગ્રાહકોના સંતોષ પર અસર કરે છે. એટલે જ છેલ્લા કેટલાક વર્ષોથી ગોદરેજ પ્રોફેશનલ્સે સમગ્ર ભારતમાં હજારો સલોનને તાલીમ આપી રહી છે અને હેરસ્ટાઇલિંગ પ્રતિભાઓની આગામી પેઢીનું જતન કરવા માટે ડોર-ટુ-ડોર શિક્ષણ પૂરું પાડી રહી છે.
2025 એ એક બોલ્ડ કહી શકાય તેવા નવા પ્રકરણનું સાક્ષી રહ્યું છે કારણ કે ગોદરેજ પ્રોફેશનલ તેની ટ્રેનિંગ અને સ્કીલિંગની પહેલને રાષ્ટ્રવ્યાપી સ્તરે લઈ ગઈ છે જેના હેઠળ 11 શહેરોમાં 3,000થી વધુ સલોનને સાંકળવાની યોજના છે. આના ભાગરૂપે અમે ગુજરાત સ્થિત હેરસ્ટાઇલિસ્ટ્સ માટે અમદાવાદમાં ટ્રેનિંગ અને હેર શૉનું આયોજન કર્યું છે. સ્ટાઇલિસ્ટ્સને સફળ થવા માટે જરૂરી ટૂલ્સ અને ટેક્નિક્સ પૂરા પાડીને અમે તેમને ભારતમાં હેરસ્ટાઇલિંગના ભવિષ્યને આકાર આપવા માટે મદદ કરી રહ્યા છીએ.”
સર્રીયલ કલેક્શન એ ભારતની પ્રથમ હેર કલર રેન્જ છે જે વિશ્વના સૌથી વિખ્યાત કુદરતી અજાયબીઓ દ્વારા પ્રેરિત છે. ગોદરેજ પ્રોફેશનલ ખાતે નેશનલ ટેક્નિકલ હેડ શૈલેષ મૂલ્યા, ગોદરેજ પ્રોફેશનલના ક્રિએટિવ ડિરેક્ટર યિઆન્ની ત્સાપાતોરી અને ગોદરેજ પ્રોફેશનલના ટેક્નિકલ એમ્બેસડર નજીબ-ઉર-રહેમાન દ્વારા સાથે મળીને તૈયાર કરાયેલી આ ઇનોવેટિવ રેન્જ ચાર અદ્વિતીય લૂક્સ સાથે કુદરતની પેલેટને ચાર અદ્વિતીય લુક્સ સાથે જીવંત બનાવે છેઃ
Moffee Marvel (mocha and coffee tones of the Pyramid of Giza), Tangerine Dream (copper-gold hues of Antelope Canyon), Roselet Bliss (rose and violet from Serranía de Hornocal), and Moonlit Mist (silver-ash tones of moonlit nights). આ દરેક લુક ડાઇમેન્શન અને કલર પ્લે ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે.
ડાઇમેન્શન એમોનિયા-ફ્રી હેર કલર્સમાં પેપ્ટાઇડ્સ અને પોષણ કરે તેવા ઓઇલ્સ સમાવિષ્ટ છે જે તંદુરસ્ત દેખાતા, લાંબો સમય સુધી ટકે તેવા કલરને સુનિશ્ચિત કરે છે. કલર પ્લે રેન્જ વાળની માવજત માટે, તેને મજબૂત કરવા અને મોઇશ્ચરાઇઝ કરે તેવા ગુણો ધરાવતા હાઇડ્રોલાઇઝ્ડ કેરાટિન અને હાઇલુરોનિક એસિડથી સમૃદ્ધ વાઇબ્રન્ટ શેડ્સ પૂરા પાડે છે.
ગોદરેજ પ્રોફેશનલ હેર શૉ માટે રેમ્પ વોક કરતી અભિનેત્રી અવનીત કૌરે જણાવ્યું હતું કે “વાળ હંમેશા મારા કેનવાસ રહ્યા છે. તે મારી ભૂમિકાઓ, મારા મૂડ અને મારી પર્સનલ સ્ટાઇલ સાથે બદલાય છે. હું નવા દેખાવ સાથે પ્રયોગ કરવાનું પસંદ કરું છું એટલે સર્રીયલ કલેક્શનના સિગ્નેચર કલર્સ પૈકીના એક કલર સાથે રેમ્પ વૉક કરવા માટે હું ખરેખર ઉત્સાહિત હતી.
મને સૌથી વધુ એ ગમે છે છે કે આ શેડ્સ પ્રકૃતિની સુંદરતામાં મૂળિયા ધરાવે છે છતાં તે ખૂબ જ બોલ્ડ અને ફેશન-ફોરવર્ડ લાગે છે. ગોદરેજ પ્રોફેશનલ વાઇબ્રન્ટ કલરને વાળને ગમે તેવા ઘટકો સાથે જોડે છે તે જોવું તાજગીભર્યું છે. તેઓ ગુજરાતભરના હેરસ્ટાઇલિસ્ટ્સની કુશળતામાં વધારો કરી રહ્યા છે તે હકીકત આને ફક્ત એક પ્રદર્શન કરતાં વધુ બનાવે છે. આ સર્જનાત્મકતા અને સમુદાયની ઊજવણી છે.”
ગોદરેજ પ્રોફેશનલે સ્ટ્રેઇટ સ્મૂધ પણ રજૂ કર્યું છે. આ એક મોર્ડન સ્ટ્રેટનિંગ સોલ્યુશન છે જે વાંકડિયા, ગૂંચવાયેલા વાળને સ્લીક, ચમકતા અને હાઇડ્રેટેડ લૉક્સમાં ફેરવે છે. ફાઇબર રિબોન્ડિંગ ટેકનોલોજી દ્વારા સંચાલિત, તે હાઇડ્રેશન અને ફ્લેક્સિબિલિટી માટે સિલ્ક એમિનો એસિડને હાયલ્યુરોનિક એસિડ સાથે જોડે છે જેથી ભેજને જાળવી શકાય અને વાળને ગૂંચાઇ જવાનું ઘટાડી શકાય. આના પરિણામે સરળ, વ્યવસ્થિત વાળ અને સુંદર સલૂન ફિનિશ મળે છે.
સ્ટાઈલિસ્ટ્સે બ્રાન્ડના એજ્યુકેશન અને ટેકનિકલ એમ્બેસેડર્સ સાથે ઇન્ટરેક્ટિવ ટ્રેનિંગ સેશન્સમાં ભાગ લીધો હતો, જેમણે સર્રીયલ કલેક્શન દર્શાવ્યું હતું. આ સેશન્સનું સંચાલન યિઆન્ની ત્સાપાતોરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ડાયમેન્શન અને કલર પ્લે રેન્જનો ઉપયોગ કરીને લેટેસ્ટ હેરસ્ટાઇલ ટેક્નિક્સ રજૂ કરવા માટેની ટિપ્સ શેર કરી હતી. શૈલેષ મૂલ્યાએ નજીબ ઉર રહેમાન સાથે નવી સ્ટ્રેઇટ સ્મૂધ રેન્જ વિશે વાત કરી હતી. સર્રીયલ કલેક્શન અને સ્ટ્રેઇટ સ્મૂધ રેન્જ હવે અમદાવાદ અને ગુજરાતના અગ્રણી સલોનમાં ઉપલબ્ધ છે.