Western Times News

Gujarati News

ગોદરેજ એપ્લાયન્સિસે 6 ઇન 1 કન્વર્ટિબલ ફ્રીઝર ટેકનોલોજી ધરાવતાં રેફ્રિજરેટર્સ લોન્ચ કર્યું

 ટેકનોલોજી લાંબો સમય ચીજવસ્તુઓ જાળવવા માટે કેટેગરીમાં સૌથી ઓછું -25°C જેટલું ફ્રીઝર તાપમાન પ્રદાન કરી
શકે છે

’થિંગ્સ મેડ થોટફૂલી એટલે કે ઉત્પાદનો કાળજીપૂર્વક બનાવવામાં આવ્યાં છે’ની ફિલોસોફીને ખરાં અર્થમાં ચરિતાર્થ કરીને અગ્રણી કન્ઝયુમર ડ્યુરેબલ્સ ઉત્પાદક ગોદરેજ એપ્લાયન્સિસએ એના ગ્રાહકો માટે વધુ એક સ્માર્ટ ટેકનોલોજી – 6 ઇન 1 ફ્રીઝર મોડ સાથે કન્વર્ટિબલ ફ્રીઝર ટેકનોલોજી પ્રસ્તુત કરી છે – જેમાં ફ્રીઝરથી ડીપ ફ્રીઝર અને કોલ્ડ સ્ટોરેજ મોડની સુવિધા ઉપલબ્ધ છે.

રોગચાળા અને ચેપના ડરને કારણે લોકો તેમના રેફ્રિજરેટરમાં વધુ ફળફળાદિ અને શાકભાજીઓ, વધારે રાંધેલુ ભોજન, આગામી ભોજન માટે વધારે તૈયાર કરલું ફૂડ, વધારે ફ્રોઝન ફૂડનો સ્ટોક કરી રહ્યાં છે. ઉપભોક્તાઓએ નવી પ્રેક્ટિસ અપનાવી છે –

એકબીજા પાસેથી શીખીને તેઓ વધુને વધુ ભોજન તૈયાર કરવા વધુને વધુ શાકભાજી અને ફળફળાદિનો સંગ્રહ કરી રહ્યાં છે અને એટલે એને લાંબો સમય જાળવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઔષધિઓ અને શાકભાજીઓનાં કટકા કરીને ફ્રોઝન કરવામાં આવે છે,

કુલ્ફીઓ અને આઇસક્રીમની સ્ટોરમાંથી પસંદગી કરવાને બદલે એને ઘરે બનાવવામાં આવે છે, નવી ચીજવસ્તુઓ ફ્રીઝરમાં સ્થાન મેળવી રહી છે અને લાંબો સમય માટે એને જાળવવાની જરૂરિયાત છે. અગાઉ ફ્રીઝરનો પૂરતો ઉપયોગ થતો નહોતો, પણ હવે ફ્રીઝર આખું ભરાઈ જાય છે. એ જ રીતે મુખ્ય કમ્પાર્ટમેન્ટ પણ ભરાઈ
જાય છે.

આ રીતે 6 ઇન 1 કન્વર્ટિબલ ફ્રીઝર ટેકનોલોજી કામ કરે છે. આ તમને 6 વિશિષ્ટ કસ્ટમ કૂલિંગ વિકલ્પોમાંથી પસંદગી કરવાની સુવિધા આપે છે  –

·         ઓટો મોડ – ડિફોલ્ડ સેટિંગ, જે ઇન્ટેલિજન્ટલી ફ્રીઝરના તાપમાનને નિયંત્રિત કરે છે

·         લૉ લોડ મોડ – ફ્રીજર લોડેડ હોવા છતાં વીજળીનો ઓછો વપરાશ કરે છે

·         આઇસક્રીમ મોડ – આઇસક્રીમ માટે આદર્શ તાપમાન

·         હાઈ લોડ મોડ – જ્યારે મુખ્ય કમ્પાર્ટમેન્ટ ભરેલું હોય, ત્યારે હાઈ લોડ મોડ ફ્રીઝરનું ઉચિત તાપમાન જાળવી રાખશે

·         ડીપ ફ્રીઝર મોડ – ફ્રોઝન ડિઝર્ટ, ફ્રોઝન વટાણા માટે 18°C  જેટલાં તાપમાન પર ફ્રોઝન ફૂડને જાળવવાની સુવિધા પ્રદાન કરે છે

·         કોલ્ડ સ્ટોરેજ મોડ – ફ્રોઝન માંસ માટે આદર્શ -25°C જેટલા ઓછા તાપમાને ફ્રોઝન ફૂડને જાળવવાની સુવિધા આપે છે

ઇન્ટેલિજન્ટ ઇન્વર્ટર ટેકનોલોજીથી પાવર્ડ બે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર – ગોદરેજ ઇઓન વાઇબ અને ગોદરેજ ઇઓન વેલોરની રેન્જમાં ઉપલબ્ધ આ રેફ્રિજરેટર્સ કમ્પ્રેસ્સરની વિવિધ સ્પીડ સાથે કૂલિંગને એડજસ્ટ કરે છે, પરિણામે વધારે કાર્યદક્ષતા, ટકાઉક્ષમતા અને વધારે સારી કામગીરી મળે છે. 2.75 ઇંચની PUF થિકનેસ સાથે આ રેફ્રિજરેટર મોડલ્સ બેસ્ટ-ઇન-ક્લાસ કૂલિંગ રિટેન્શન પ્રદાન કરે છે, લાંબા સમય સુધી તાજગી જાળવી રાખે છે.

આ 27 લિટરની મોટી વેજીટેબલ ટ્રે પણ ઓફર કરે છે, જે ઉપભોક્તાઓને તમામ શાકભાજીનો સંગ્રહ કરવા પર્યાપ્ત જગ્યા આપે છે. લોકડાઉનના સમયમાં ઉપભોક્તાઓની ખાદ્ય પદાર્થની જાળવણી અને સંગ્રહ કરવાની આદતો બદલાઈ ગઈ છે અને નવું ગોદરેજ ઇઓન વાઇબ અને ઇઓન વેલોર આ જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ છે. 261 લિટર અને 290 લિટરમાં ઉપલબ્ધ આ મોડલ્સની કિંમત રૂ. 23,500 (+ કરવેરા)થી શરૂ થાય છે.

આ લોંચ પર ટિપ્પણી કરતાં ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને ઇવીપી શ્રી કમલ નાંદીએ કહ્યું હતું કે, “રોગચાળાના ડરે ઉપભોક્તાઓનો અભિગમ અને નિર્ણય લેવાની પ્રક્રિયા બદલી નાંખી છે. સ્ટોરેજ સ્પેસ, ફ્લેક્સિબિલિટી અને સુવિધા જેવી ખાસિયતો હાલ ઉપભોક્તાઓ માટે વધારે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે ઉપભોક્તાઓ અવારનવાર બહાર ન નીકળવું પડે એ માટે વધારે સલામતી અને સ્ટોરેજની સુવિધા ઝંખે છે.

ગોદરેજમાં અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને તેમના માટે ઉપયોગી નવીનતાઓ લાવવાનો પ્રયાસ કરીએ છીએ, જે અમારા ગ્રાહકોના જીવનમાં પરિવર્તન લાવશે. અમારી નવી ગોદરેજ 6 ઇન 1 કન્વર્ટિબલ ફ્રીઝર ટેકનોલોજી અમારા ઉપભોક્તાની મુખ્ય જરૂરિયાત પૂર્ણ કરવા માટેનો આ પ્રકારનો એક પ્રયાસ છે. હાલના મુશ્કેલ સ્થિતિસંજોગોમાં ઉપભોક્તાઓ મૂલ્ય સામે વધારે સુવિધાઓ ઇચ્છતાં હોવાથી અમને ખાતરી છે કે, આ વિશિષ્ટ ટેકનોલોજી તેમને તેમના રોજિંદા જીવનમાં વધારે ઉપયોગી બનશે.”

ગોદરેજ એપ્લાયન્સિસના રેફ્રિજરેટર્સના પ્રોડક્ટ ગ્રૂપ હેડ શ્રી અનુપ ભાર્ગવે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે તાજેતરમાં 6 ઇન 1 ફ્રીજર મોડ સાથે કન્વર્ટિબલ ફ્રીઝર ટેકનોલોજી પ્રસ્તુત કરી છે, જે ગ્રાહકોને તેમના રેફ્રિજરેટરની બહાર વધારે સુવિધા આપે છે. સ્ટાઇલિશ અને સ્લીક આ વિશિષ્ટ ડિઝાઇન કરેલું રેફ્રિજરેટર વધારે સ્ટોરેજ અને લાંબા સમય સુધી જાળવણી, ખાસ કરીને આ રોગચાળા દરમિયાન જાળવણીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. અમને ખાતરી છે કે, આ નવી રેન્જ ચાલુ વર્ષે રૂ. 250 કરોડની આવક કરશે અને રેફ્રિજરેટર કેટેગરીમાં અમારી પોઝિશનને વધારે મજબૂત કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.