ગોદરેજ એપ્લાયન્સિસે માળખાકીય વિસ્તરણ સાથે R&D ક્ષમતા મજબૂત કરી
મુંબઇ,ગોદરેજ એન્ડ બોય્ઝના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસે પૂણેમાં પિરંગુટ ખાતે તેની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાનું વિસ્તરણ કર્યું છે. આ આરએન્ડડી સેન્ટર એનેક્સીનું ઉદઘાટન ગોદરેજ એન્ડ બોય્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જમશેદ એન ગોદરેજ દ્વારા કરાયું હતું. આ વ્યૂહાત્મક વિસ્તરણનો ઉદ્દેશ્ય ઇન-હાઉસ ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ લેબની બ્રાન્ડની વર્તમાન ક્ષમતાને બમણાથી વધુ કરવાનો છે, જેથી નવીનતા, ગુણવત્તા અને તકનીકી પ્રગતિ માટે કંપનીની કટીબદ્ધતાને મજબૂત કરી શકાય.
આ વિસ્તરીય આરએન્ડડી સુવિધાથી 43,000 ચોરસફૂટ વિસ્તારનો ઉમેરો બ્રાન્ડની આરએન્ડડી મેનપાવરની ક્ષમતા બમણી થશે. એનએબીએલ એક્રિડેટેડ લેબ અને અદ્યતન માળખાકીય સુવિધાઓ વધુ કાર્યક્ષમ અને મજબૂત પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ સક્ષમ કરશે તથા આ વિસ્તરણ ગ્રાહકોને અદ્યતન અને ઉર્જા કાર્યક્ષમ પ્રોડક્ટ્સ ડિલિવર કરવાની ગોદરેજની લાંબાગાળાની વ્યૂહરચનાનો હિસ્સો છે. આ બિલ્ડિંગ સસ્ટેનેબિલિટીને લક્ષ્યમાં રાખીને ડિઝાઇન કરાઇ છે
તથા પરિસરમાં કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરાય છે અને પરિણામે વીજળી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો ઉદ્દેશ્ય છે. આ ઓફિસ સ્પેસ સહયોગને આગળ ધપાવવા ડિઝાઇન કરાઇ છે, જેનાથી અભ્યાસ અને જ્ઞાનની આપ-લે સક્ષમ કરી શકાશે. આ અદ્યન ઓફિસ ડિઝાઇન ઉજવણી અને પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે.
ગોદરેજ એન્ડ બોય્સનો હિસ્સો ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “ગોદરેજ એપ્લાયન્સિસ ખાતે અમે પ્રોડક્ટ ડેવલપમેન્ટને અમારી બ્રાન્ડના મુખ્ય આધાર તરીકે ધ્યાનમાં લઇએ છીએ. આથી અમે ઇનોવેશનને બળ આપવા આરએન્ડડીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જે અમારી સફળતા માટે મહત્વપૂર્ણ છે તેવું અમારું માનવું છે. આ માન્યતામાં અમારો વિશ્વાસ અમારી આરએન્ડડી સુવિધાના વિસ્તરણમાં પ્રદર્શિત થાય છે.”
આ ઉન્નત આરએન્ડડી સુવિધા પિરંગુટમાં અમારું કુલ આરએન્ડડી રોકાણ રૂ. 100 કરોડની નજીક લઇ જાય છે, જે અમારા ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને અનુરૂપ ઉત્તમ પ્રોડક્ટ્સ ડિલિવર કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આ વિસ્તરણ સાથે અમે અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટને વેગ આપવા તથા આગામી સમયમાં વધુ અદ્યતન એપ્લાયન્સિસ રજૂ કરવા સજ્જ છીએ.”