રસી લીધા પછી શું કરવું અને શું ન કરવું એ વિશે જાગૃતિ લાવવી જરૂરી
સિન્થોલ હેલ્થ પ્લસ અને ફોર્ટિસએ કોવિડ-19 રસીકરણ બાદ જાગૃતિ લાવવા ભાગીદારી કરવાની જાહેરાત કરી
ચેન્નાઈ, સમગ્ર ભારતમાં સરકારી હોસ્પિટલો અને ખાનગી હેલ્થકેર પ્રદાતાઓના સહિયારા પ્રયાસોને પગલે કોવિડ-19 રસીકરણ અભિયાને વેગ પકડ્યો છે. જ્યારે લોકો રસી મેળવી રહ્યાં છે, ત્યારે તેમને રસીકરણ પછી સ્વચ્છતા અને સારવાર પર ઘણી શંકાઓ અને પ્રશ્રો છે. Godrej Consumer and Fortis Hospital have joined hands for a post-vaccine sensitization programme.
કેટલીક વ્યક્તિઓ રસીનો ડોઝ લીધા પછી સ્વચ્છતા પ્રત્યે ઉપેક્ષા સેવા છે. તેઓ માને છે કે, તેઓ સંપૂર્ણપણે રોગપ્રતિકારક ક્ષમતા ધરાવે છે. આ ચિંતાઓને સમજીને અને તેનું સમાધાન કરવા કંપનીએ એક રસપ્રદ પહેલ હાથ ધરવાની જાહેરાત કરી છે.
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની હેલ્થ સોપ બ્રાન્ડ સિન્થોલ હેલ્થ પ્લસ અને ફોર્ટિસ હોસ્પિટલ વડાપલાનીએ રસીકરણ પછી જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમ શરૂ કરવા માટે જોડાણ કર્યું છે.
એનો ઉદ્દેશ રસી લીધા પછી શું કરવું અને શું ન કરવું એ વિશે જાગૃતિ લાવવાની સાથે નાગરિકોને રસીકરણ લીધા પછી પણ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા પ્રોત્સાહન આપવાનો છે. આ અઠવાડિયા લાંબો પ્રાયોગિક કાર્યક્રમ ફોર્ટિસ હોસ્પિટલ, વડાપલાની (ચેન્નાઈ)માં શરૂ થઈ ગયો છે, જેમાં હોસ્પિટલમાં રસીકરણ મેળવતા લોકોને રસીકરણ પછીની કિટ નિઃશુલ્ક ધોરણે આપવામાં આવશે.
બહાર સુરક્ષા સાથે મજબૂત જોડાણ પર નિર્મિત સિન્થોલ હેલ્થ પ્લસ એક હેલ્થ સોપ છે, જે તાજગીભરેલી સુગંધ સાથે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી હેલ્થકેર પ્રદાતા અને ફોર્ટિસ હેલ્થકેર અને એની નેટવર્ક હોસ્પિટલો રસીકરણ અભિયાનમાં મોખરે છે તથા સમગ્ર ભારતમાં એની 24 હોસ્પિટલો રસીકરણમાં સંકળાયેલી છે.
સિન્થોલ હેલ્થ પ્લસે રસીકરણ પછી જાગૃતિ લાવવા એક કિટ ફોર્ટિસ હોસ્પિટલ સાથે તૈયાર કરી છે, જેમાં સ્વચ્છતા જાળવવાના મુખ્ય સંદેશા સામેલ છે, જે લોકોને જાણકારી આપી શકે છે અને સક્ષમ બનાવી શકે છે. કાળજીપૂર્વક તૈયાર કરેલી આ કિટ કોવિડ-19 બુકલેટ ધરાવે છે,
જેમાં શું કરવું અને શું ન કરવું એ વિશે મહત્વપૂર્ણ બાબતો સામેલ છે અને એ પણ સરળ ભાષામાં. આ કિટમાં સલામતી અને સ્વચ્છતાના ઉત્પાદનો સામેલ છે, જેમાં સિન્થોલ હેલ્થ પ્લસ જર્મ પ્રોટેક્શન સોપ, સેનિટાઇઝર, માસ્ક, ગ્લોવ્સ, ફેસ શીલ્ડ, ફેસ વાઇપ્સ વગેરે સામેલ છે.
આ પહેલ વિશે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના ભારત અને સાર્કના સીઇઓ સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “કોવિડ-19 વાયરસને પરાસ્ત કરવા રસીકરણ સૌથી મહત્વપૂર્ણ છે. એક બ્રાન્ડ તરીકે સિન્થોલ હેલ્થ પ્લસ હંમેશા લોકોને જીવાણુઓ સામે સુરક્ષાની ખાતરી સાથે વ્યક્તિની ફરજ સાહસિકતા સાથે અદા કરવા પ્રેરિત કરે છે.
અમારો રસીકરણ પછી જાગૃતિ લાવવાનો કાર્યક્રમ મોટા પાયે રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ અભિયાનમાં નાનું પ્રદાન છે. ફોર્ટિસ સાથે વ્યૂહાત્મક ભાગીદારી રસી લેનાર વ્યક્તિઓ સાથે સીધું જોડાણ સ્થાપિત કરવાની સુવિધા આપશે. અમને ખાતરી છે કે, ચેન્નાઈમા પ્રાયોગિક કાર્યક્રમની સકારાત્મક અસર થશે અને વધુ ઘણા લોકોને તમામ શહેરોમાં આ પ્રકારની પહેલ હાથ ધરવા પ્રેરણા મળશે.”
આ જોડાણ પર ફોર્ટિસ હોસ્પિટલ્સ, ચેન્નાઈના ઝોનલ ડાયરેક્ટર ડૉ. સંજય પાંડેએ કહ્યું હતું કે, “અમને કોવિડ દરમિયાન મૂળભૂત સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત વિશે જાહેર જનતા વચ્ચે જાગૃતિ લાવવા સિન્થોલ હેલ્થ પ્લસ સાથે જોડાણ કરવાની ખુશી છે.
ઘણા કેસોમાં રસીકરણ પછી લોકોના મનમાં ખોટી ધારણા છે કે, તેઓ મૂળભૂત સ્વચ્છતા – સેનિટાઇઝિંગ, માસ્કિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ (એસએમએસ)ની અવગણના કરી શકે છે. જ્યારે એમાં કોઈ શંકા નથી કે, હાલ રસીના બે ડોઝ વ્યક્તિને આઇસીયુમાં જવા સામે વ્યક્તિને સુરક્ષા આપશે અથવા લઘુતમ ઇન્ફેક્શન સાથે સારવાર મેળવશે, ત્યારે તબીબી નિષ્ણાતો હજુ રસીની અસર ક્યાં સુધી રહેશે,
વાયરસ મ્યુચેશન્સ અને અભિગમ વિશે જાણવાસમજવાની પ્રક્રિયામાં છીએ. રસી અગાઉ પણ વ્યક્તિગત શિસ્ત દરેકને વાયરસના પ્રસારથી બચાવે છે. અત્યારે રસી લીધા પછી પણ શિસ્ત અને એસએમએસનું પાલન જાળવવું જરૂરી છે. અમે દરેક વ્યક્તિને સમુદાયના પ્રસાર અને સુરક્ષિત રહેવા એસએસએમના સિદ્ધાંતને અનુસરવા અપીલ કરીએ છીએ.”