ગોદરેજ ગ્રુપે અમદાવાદમાં લોન્ચ કર્યા IoT આધારિત સ્માર્ટ લૉક Advantis IoT9

- નવ એક્સેસ મૉડ્સઃ બ્લ્યૂટૂથથી અનલોક, વાઇ-ફાઇ, એનએફસી, સ્માર્ટવોચીસ, ફિંગરપ્રિન્ટ્સ, RFID કાર્ડ્સ, પાસકોડ્સ, મિકેનિકલ ચાવીઓ અથવા રિમોટ કંટ્રોલ
-
સમગ્ર ગુજરાતમાં 350+ રિટેલ સ્ટોર્સ પર ગોદરેજના ડિજિટલ લૉક્સ ઉપલબ્ધ થશે, જે ગૃહમાલિકોને સુરક્ષિત અને સ્માર્ટ લૉકિંગ સોલ્યુશન પહોંચાડશે.
ભારતમાં ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ માટે સ્માર્ટ લૉક અપનાવનારા ટોચના 3 શહેરોમાં અમદાવાદનો સમાવેશ
અમદાવાદ, 25 માર્ચ, 2025 – ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ (જીઈજી)નો ભાગ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે અમદાવાદમાં જેની અત્યંત આતુરતાથી પ્રતીક્ષા થઈ રહ હતી તે Advantis IoT9 સ્માર્ટ લૉકના લોન્ચની જાહેરાત કરી હતી. ગર્વભેર ભારતમાં બનેલું આ અનન્ય પ્રકારનું સ્માર્ટ લૉક તેના આધુનિક ફીચર્સ, 9 એક્સેસ મૉડ્સ અને Internet of Things (IoT) ટેક્નોલોજીના સરળ ઇન્ટિગ્રેશન સાથે હોમ સેફ્ટીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
ડિજિટલ લૉક્સમાં IoT9 રજૂ કરનારી પહેલી બ્રાન્ડ તરીકે Advantis IoT9 ભારતમાં હોમ સેફ્ટીમાં નવા માપદંડો સ્થાપવા તૈયાર છે જે અદ્વિતીય સુગમતા, નિયંત્રણ અને માનસિક શાંતિ આપે છે.
આ લૉન્ચ ઇવેન્ટ પ્રતિષ્ઠિત ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર ખાતે યોજાઈ હતી જે સમગ્ર દેશમાં હોમ સેફ્ટીને વધારવા માટે જીઈજીના મિશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. Advantis IoT9 હવે સમગ્ર અમદાવાદમાં 75થી વધુ રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ રહેશે જે સુનિશ્ચિત કરે છે કે રહીશો પાસે આ નવીનતમ હોમ સેફ્ટી સોલ્યુશનની સરળ પહોંચ છે. હાલ, સમગ્ર ગુજરાતમાં ડિજિટલ લૉક્સ ઓફર કરતા લગભગ 350 રિટેલ આઉટલેટ્સ છે.
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના લૉક્સ એન્ડ આર્કિટેક્ટરલ સોલ્યુશન્સના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શ્યામ મોટવાણીએ જણાવ્યું હતું કે “અમે સ્માર્ટ હોમ ઇનોવેશનમાં અગ્રેસર રહેલા શહેર અમદાવાદમાં સૌપ્રથમ કહી શકાય તેવા Advantis IoT9ને રજૂ કરતા રોમાંચિત છીએ. નાણાંકીય વર્ષ 2024-25 માટે ડિજિટલ લૉકિંગ સોલ્યુશન્સમાં નોંધપાત્ર 18 ટકાના વધારા સાથે અમદાવાદ એક મહત્વનું માર્કેટ છે જે મોટાભાગે હોસ્પિટાલિટી સેક્ટર દ્વારા સંચાલિત છે. આ સેક્ટર ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના ડિજિટલ લૉક્સના વેચાણમાં 55 ટકાનો હિસ્સો ધરાવે છે.
સ્માર્ટ હોમ ઓટોમેશન માટેના ટોચના ત્રણ પશ્ચિમી બજારો પૈકીના એક તરૈકી આ શહેરે આધુનિક સિક્યોરિટી સોલ્યુશન્સને ઘણાં વહેલા અપનાવી લીધા છે. વધી રહેલી માંગ અને મજબૂત રિટેલ નેટવર્ક સાથે અમે વધુને વધુ ઘરો તથા વ્યવસાયો માટે સ્માર્ટ સેફ્ટીના ભવિષ્યને લાવવા તથા અમારી હાજરીને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છીએ.”
Advantis IoT9 એ સુરક્ષા પ્રત્યે સભાન, ટેક્નોલોજીથી જાણકાર ગ્રાહકો માટે બનાવવામાં આવ્યા છે જે આધુનિક સ્માર્ટ હોમ્સની માંગને પહોંચી વળવા માટે નવીનતા, વિશ્વસનીયતા અને સરળ ઉપયોગિતાનું મિશ્રણ રજૂ કરે છે. તેના મુખ્ય ફીચર્સ નીચે મુજબ છેઃ
- નવ એક્સેસ મૉડ્સઃ બ્લ્યૂટૂથથી અનલોક, વાઇ-ફાઇ, એનએફસી, સ્માર્ટવોચીસ, ફિંગરપ્રિન્ટ્સ, RFID કાર્ડ્સ, પાસકોડ્સ, મિકેનિકલ ચાવીઓ અથવા રિમોટ કંટ્રોલ
- વૉઇસ-ગાઇડેડ કમાન્ડ્સઃ વધુ સુલભતા માટે અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં ચલાવી શકાય
- પેસેજ મોડઃ દરેક વખતે અનલૉક કરવાની જરૂરિયાત વિના જ સુગમપણે મૂવમેન્ટ સક્ષમ કરે
- ફાયર અલાર્મ ઇન્ટિગ્રેશનઃ ઇમર્જન્સી વખતે ઓટોમેટિકલી અલાર્મ વગાડે છે
- સ્પાયકોડ મોડઃ સાચા કોડની પહેલા કે પછી અલગ અલગ ડિજિટ્સની એન્ટ્રીને મંજૂર કરીને પાસકોડ્સની ગોપનિયતા જાળવી રાખે છે
- ટેમ્પર ડિટેક્શનઃ એકથી વધુ વખત ખોટા પ્રયાસો થાય પછી એપ નોટિફિકેશન મોકલે છે અને અલાર્મ વગાડે છે જેનાથી સુરક્ષા વધે છે
- ડેટા સેફ્ટીઃ યુઝર્સનો તમામ ડેટા ભારતમાં સ્થિત એન્ક્રીપ્ટેડ સર્વર્સ પર સ્ટોર થાય છે જેનાથી પ્રાઇવસી અને પ્રોટેક્શન સુનિશ્ચિત થાય છે.
- સ્માર્ટ ઇકોસિસ્ટમ કમ્પેટિબિલિટીઃ એલેક્સા, ગૂગલ હોમ અને વીડિયો ડોર ફોન સાથે સરળતાથી સંકલિત થાય છે અને મોર્ડન હોમ ઓટોમેશન સિસ્ટમ્સ સાથે સરળતાથી સિન્ક થાય છે.
- વધુ ઉચ્ચ યુઝર કંટ્રોલઃ ચોક્કસ સમય માટે શિડ્યૂલ્ડ એક્સેસ, ટેમ્પરરી એક્સેસ માટે ઓટીપી આધારિત ગેસ્ટ એન્ટ્રી અને એક્સેસ હિસ્ટ્રી ટ્રેક કરવા માટે ઇવેન્ટ લોગિંગ જેવા ફીચર્સ યુઝર્સને તેમની હોમ સેફ્ટી પર વ્યાપક નિયંત્રણ પૂરું પાડે છે.
Advantis IoT9 ની કિંમત રૂ. 67,900 રાખવામાં આવી છે અને તે સમગ્ર અમદાવાદમાં તમામ અગ્રણી હાર્ડવેર સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. આનાથી સુનિશ્ચિત થાય છે કે નવીનતમ હોમ સેફ્ટી સોલ્યુશન્સ ઇચ્છતા રહીશો સહેલાઈથી આ પ્રોડક્ટ મેળવી શકે છે. Advantis IoT9 ને મોટાપાયે ઉપલબ્ધ કરાવીને ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપનો ઉદ્દેશ ઘરમાલિકોને આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ સાથે સ્માર્ટ લિવિંગના ભવિષ્યને અપનાવવા માટે સશક્ત કરવાનો છે.