હોસ્પિટલોમાં બમણા થયેલા સેલ્સ વોલ્યુમ્સ સાથે ફર્નિચર સેગમેન્ટ 10 ટકાના સ્થિર દરે વધી રહ્યું છે
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપે ઇનોવેટિવ અને અર્ગોનોમિક સોલ્યુશન્સ સાથે હેલ્થકેર સેક્ટરમાં પરિવર્તનને આગળ ધપાવ્યું
મુંબઈ, ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપની ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ્સ પૈકીની એક ઇન્ટિરિયો સ્પેશિયલાઇઝ્ડ અને ઉચ્ચ ગુણવત્તાના હેલ્થકેરની માંગના પગલે સાનુકૂળ બજાર પરિસ્થિતિઓના લીધે આગામી 3 વર્ષોમાં 15 ટકાના દરે તેના હેલ્થકેર સેગમેન્ટની વૃદ્ધિની અપેક્ષા રાખે છે. Godrej Enterprises Group Drives Transformation in Healthcare Sector with Innovative and Ergonomic Solutions
પ્રાઇવેટ હેલ્થકેર સેગમેન્ટમાં ટિયર 2 અને ટિયર 3 સ્થળોમાં જોવાયેલી નોંધપાત્ર વૃદ્ધિ અને ખાનગી હોસ્પિટલોમાં બમણા થયેલા સેલ્સ વોલ્યુમ્સ સાથે આ સેગમેન્ટ 10 ટકાના સ્થિર દરે વધી રહ્યું છે.
ઇન્ટિરિયોના બીટુબી બિઝનેસના હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સમીર જોશીએ જણાવ્યું હતું કે ભારતીય હેલ્થકેર સેક્ટર ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યું છે જે વિસ્તરેલા કવરેજ, વધેલી સર્વિસીઝ અને જાહેર તથા ખાનગી કંપનીઓ તરફી વધેલા રોકાણોને આભારી છે. આ પ્રગતિ છતાં દર્દીના આરામ અને સુરક્ષા, ખાસ કરીને આઈસીસીયુ અને આઈસીયુ જેવી ક્રિટિકલ કેર બાબતોને પ્રાથમિકતા આપે અને સંભાળ લેનારાઓને નડતી મુશ્કેલીઓનું સમાધાન લાવે તેવા સાનુકૂળ માહોલને ઊબા કરવામાં મહત્વપૂર્ણ તકો રહેલી છે.
ગોદરેજ ખાતે અમે સતત નવીનતા માટે ગહનપણે પ્રતિબદ્ધ છીએ તથા હેલ્થકેર ફેસિલિટીઝમાં સંભાળ અને અનુભવની ગુણવત્તા વધારવા માટ પ્રયત્નશીલ છીએ. અમારા કાળજીપૂર્વક વિચારીને બનાવાયેલા સોલ્યુશન્સ દર્દીઓ, સંભાળ પૂરી પાડનારાઓ અને હેલ્થકેર સંસ્થાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવાયા છે જે સુનિશ્ચિત કરે છે કે અમે સાજા થવાની સફરના દરેક તબક્કામાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપીએ.
પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં હેલ્થકેર ડિલિવરીની ગુણવત્તા વધારવા માટે ફંક્શનાલિટી અને ઇનોવેશનનું મિશ્રણ છે. ગોદરેજની ખાલાપુર ખાતે આવેલી અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ગ્રાહકોની પસંદગી મુજબના હોસ્પિટલ બેટ્સ, એક્ઝામિનેશન કાઉચિસ, મેડિકલ લોકર્સ અને કેબિનેટ, પેશન્ટ મોબિલિટી વગેરે બનાવે છે. આ ઉપરાંત પ્લાન્ટ ભારતમાં આધુનિક હેલ્થકેર જરૂરિયાતો માટે અનિવાર્ય એવી મેડિકલ એસેસરીઝનું પણ ઉત્પાદન કરે છે.
ઇન્ટિરિયો દ્વારા હાથ ધરાયેલું સંશોધન સાજા થવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતા સંભાળ પૂરી પાડનારાઓના જટિલ પડકારો પર પ્રકાશ પાડે છે. અભ્યાસમાં જણાયું છે કે નર્સ જેવા સંભાળ પૂરી પાડનારા લોકોએ અયોગ્ય રીતે ડિઝાઇન કરેલી જગ્યાઓના લીધે આઠ કલાકની શિફ્ટ દરમિયાન સરેરાશ 8-10 કિલોમીટર સુધી ચાલવુ પડે છે. તેમાં એમ પણ જણાયું છે કે 90 ટકા થી વધુ નર્સિંગ સ્ટાફને કોઈને કોઈ પ્રકારના મસ્ક્લ્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર (એમએસડી)નો સામનો કરવો પડે છે
જેમાં સૌથી વધુ પીડાદાયક બાબતો પગ (56 ટકા), ઘૂંટણ (51 ટકા) અને કમ્મરના ઉપરના તથા નીચેના ભાગ (51 ટકા)માં થાય છે. આ ઉપરાંત, સંભાળ પૂરી પાડનારા પૈકીના 61 ટકા લોકોએ કોઈક વખત ગરદનના દુઃખાવાની ફરિયાદ કરી છે જ્યારે 41 ટકાએ એકથી ત્રણ દિવસની રજા મૂકવી પડી હતી અને 7 ટકાએ તેમનો દુઃખાવો દૂર કરવા માટે બે મહિનામાં જ ચારથી છ દિવસની રજા લેવી પડી હતી.
આ બાબતો સંભાળ પૂરી પાડનારાઓની સુખાકારી પર પડતી અસરો તો દર્શાવે જ છે, ઉપરાંત હેલ્થકેર સંસ્થાઓ માટે સ્પષ્ટપણે પ્રોડક્ટિવિટીમાં થતા નુકસાનને પણ રજૂ કરે છે.
બ્રાન્ડના લેટેસ્ટ ઇનોવેશન એડવાન્સ્ડ લેટરલ ટિલ્ટ બેડમાં હાઈ-લો બેડ મૂવમેન્ટ, પેશન્ટના હેડ એન્ડ ફૂટ બોર્ડ સાઇડ મૂવમેન્ટ, ટ્રેન્ડેલનબર્ગ પોઝિશન્સ અને પેશન્ટ કેરની પડકારજનક પરિસ્થિતિઓ માટે અનન્ય બેડ લેટરલ ટિલ્ટ મૂવમેન્ટ જેવી સુવિધાઓ છે. ખાસ કરીને નેફ્રોલોજી વિભાગો, મેટરનિટી વોર્ડ્સ અને ઇમર્જન્સી યુનિટ્સ માટે રચાયેલ તેમના વિશિષ્ટ સંશોધન-સમર્થિત પ્રોડક્ટ્સ વિશેષ હેલ્થકેર સોલ્યુશન્સ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.