ગોદરેજ ઇન્ટિરિયોને બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મળ્યા
મુંબઇ, અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટિરિયોને તાજેતરમાં બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સના મોટા કોન્ટ્રાક્ટ મળ્યા છે. રૂ. 250 કરોડના આ પ્રોજેક્ટ્સ મળવાથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં અગ્રણી કોન્ટ્રાક્ટર તરીકે કંપનીની હાજરી મજબૂત બનશે. પ્રોજેક્ટ્સમાં આ ત્રણ મેટ્રો સ્ટેશનોમાં સિવિલ ફિનિશિંગ, ક્લેડિંગ, આવરણ, બ્લોક વર્ક, રવેશ, મેટલ સિલિંગ (છત), હવાઉજાસ માટે બારીઓવાળી છાપરાની ઘુમ્મટ જેવી રચના, સ્ટીલનું કામ, પ્લમ્બિંગ, રેલિંગ અને બાગ-બગીચાનો સમાવેશ થાય છે.
આ મેટ્રો પ્રોજેક્ટ્સ માટેના મુખ્ય કન્સલ્ટન્ટ્સ આ પ્રમાણે છેઃ મુંબઇ માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRCL), બેંગલુરુ માટે બેંગલોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટિડ (BMRCL) અને કોચી માટે કોચી મેટ્રો રેલ લિમિટેડ(KMRL)નો સમાવેશ થાય છે.
ગોદરેજ ઇન્ટિરિયોએ તેની સ્થાપનાથી અત્યાર સુધી 1500થી વધુ પ્રોજેક્ટસ ડિલિવર કર્યા છે, જેમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપમાં બનેલા ભારતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટ ધ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રોજેક્ટ્સની જાહેરાતો સાથે ગોદરેજ ઇન્ટિરિયર હવે કોલકાતા, બેંગલુરુ, મુંબઇ અને કોચી એમ ચાર મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનો હિસ્સો છે.
ગોદરેજ ઇન્ટિરિયરને મળેલા કોન્ટ્રાક્ટસ આ પ્રમાણે છેઃ મુંબઇ મેટ્રોના નવ સ્ટેશન (જે દહિસરથી કામરાજ નગરને જોડે છે), બેંગલુરુ રિચ 3 અને રીચ 5ના 12 સ્ટેશન (જે એચએસઆર લે આઉટથી બોમ્માસાન્દ્રાને જોડે છે અને કોચી મેટ્રો લાઇનના બે સ્ટેશનો.
આ પ્રોજેક્ટ અંગે ટિપ્પણી કરતા ગોદરેજ ઇન્ટિરિયોના સીઓઓ અનિલ સૈન માથુરે જણાવ્યું કે, “મેક ઇન ઇન્ડિયા મિશનને અનુરૂપ ગોદરેજ ઇન્ટિરિયર રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાન આપવામાં અગ્રેસર છે. અમે અમારા ટર્નકી પ્રોજેક્ટ સેગમેન્ટ માટે બેંગલુરુ, મુંબઇ અને કોચીના મેટ્રો પ્રોજેક્ટ્સ મેળવીને ખુશ છીએ.
અમે ટર્નકી સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી નિપુણતા દ્વારા મુસાફરોને વિશ્વકક્ષાનો અનુભવ પૂરો પાડવા અને દેશભરમાં મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્કનું નિર્માણ કરવાના ભારતના વિઝનમાં સહભાગી બનવા સંબંધિત મેટ્રો રેલ કોર્પોરેશન્સ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.
અમને ખાતરી છે કે આ ઇનોવેટિવ ડિઝાઇન સોલ્યુશન્સથી અમારા ભાગીદારો બેંગલુરુ, મુંબઇ અને કોચી મેટ્રો પ્રોજેક્ટ્સને ખૂબ મદદ મળશે અને તેઓ આધુનિક દેખાવ અને કામગીરીના સંદર્ભમાં સર્વોત્તમ માપદંડોનું પાલન કરશે. આગામી દિવસોમાં બીટુબી સેગમેન્ટનો 50 ટકા હિસ્સો ટર્નકી પ્રોજેક્ટ્સનો રહેવાનો અમારો અંદાજ છે.”
ગોદરેજ ઇન્ટિરિયો ડિઝાઇનથી અમલીકરણ સુધીના સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરા પાડીને તેની માર્કેટ પોઝિશન મજબૂત બનાવવા પ્રતિબધ્ધ છે. તેની ટીમમાં આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ સહિતના સ્પેસ પ્લાનિંગ પ્રોફેશનલ્સની ટીમ નિર્વિરોધ કામગીરી કરે છે.
અમારી સર્વિસિસમાં જનરલ કોન્ટ્રાક્ટિંગ, ડિઝાઇન ઉપરાંત સિવિલ વર્ક, ઇન્ટિરિયર્સ, MEP, સિક્યોરિટી, સર્વેલન્સ, ગ્રીન કન્સલ્ટન્સી અને AV સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.