ગોદરેજ ઇન્ટેરિયોએ તહેવારનો આનંદ માણવા આવશ્યક ઉત્પાદનોની રેન્જ પ્રસ્તુત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/Bobbin_CharcoalGrey-scaled.jpg)
અમદાવાદ, ગુજરાતમાં સિઝન શરૂ થવાની સાથે ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ અભૂતપૂર્વ ઓફર પ્રસ્તુત કરી છે અને એના આવશ્યક ઉત્પાદનોની રેન્જ લોંચ કરવાની જાહેરાત કરી છે. જ્યારે આવશ્યક રેન્જમાં નવા લોંચ થયેલા ઉત્પાદનો ‘બોબિન રેન્જના સોફા’ અને ‘ગ્રેડિયન્ટ સોફા રેન્જ’ બ્રાન્ડના સોફા સેટની વિસ્તૃત રેન્જમાં લેટેસ્ટ વધારો છે,
ત્યારે ‘એપેક્સ બેડરૂમ સેટ’અને ‘ગ્રેડિયન્ટ રૂમ સેટ’ બેડરૂમ સેટની કેટેગરીમાં વધારો કરશે. બ્રાન્ડે વાજબી ઓફરની એની રેન્જ વધારવા લિવિંગ રૂમ અને બેડરૂમના સોલ્યુશનો લોંચ કરવાની યોજના પણ બનાવી છે. ઉત્પાદનોના લોંચની જાહેરાતથી ગુજરાતમાં તહેવારની સિઝન અગાઉ ફર્નિચર માટેની ઊંચી માગ પૂર્ણ થશે.
આ ઉત્પાદનો પરિવારજનો એકબીજા સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવામાં મદદરૂપ થાય એ માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે અને વિકસાવવામાં આવ્યાં છે, કારણ કે રાજ્ય સરકારે કોવિડ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી કરવામાં લોકોને મદદરૂપ થાય એવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે.
દરેક ઇનોવેશનના મૂળમાં ડિઝાઇનનો વિચાર હોવાની સાથે ગોદરેજ ઇન્ટેરિયો આવશ્યક ઉત્પાદનોની રેન્જ ઓફર કરે છે, જે વાજબી કિંમત સાથે સારી ગુણવત્તા, ઉપયોગિતા, ડિઝાઇન અને ટકાઉપણુ ધરાવે છે તેમજ ગ્રાહકોને સુનિશ્ચિત વોરન્ટી આપે છે.
બોબિન અને ગ્રેડિયન્ટને લિવિંગ સ્પેસ વધારવા વાજબી સોલ્યુશન્સ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આ પ્રોડક્ટ રેન્જ 3-સીટર, 2-સીટર અને 1-સીટર કન્ફિગરેશન્સમાં ઉપલબ્ધ છે અને દરેક વિકલ્પ બે કલર શેડ ધરાવે છે. એ જ રીતે બેડરૂમ સેટ રેન્જ, એપેક્સ અને ગ્રેડિયન્ટ પોતાની લાઇફસ્ટાઇફ અપગ્રેડ કરવા ઇચ્છતાં લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
કિંગ અને ક્વીન એમ બંને સાઇઝમાં ઉપલબ્ધ બેડ તમારી ચીજવસ્તુઓ માટે સારી એવી સ્ટોરેજ સ્પેસ આપશે. સોફા અને બેડની અત્યાધુનિક ડિઝાઇનો તમારા સ્પેસને જીવંત કરશે તથા સુનિશ્ચિત કરશે કે તમે તમારા પરિવારજનો સાથે યાદગાર ક્ષણો માણી શકો. 3 સીટર સોફા સેટની કિંમત રૂ. 20,000થી શરૂ થાય છે, ત્યારે કિંગ સાઇઝ બેડની કિંમત ફક્ત રૂ. 30,000થી શરૂ થાય છે.
તહેવારની ઉજવણીના ભાગરૂપે ગ્રાહકોને હોમ ફર્નિચર અને કિચન ફર્નિચરની ચીજવસ્તુઓમાં એક્સક્લૂઝિવ ઓફર મળશે, જેમાં 25 ટકા સુધીનું મેગા ડિસ્કાઉન્ટ અને રૂ. 24,000 સુધીના મૂલ્યનું વધારાનું ડિસ્કાઉન્ટ સામેલ છે, જેને ઉપભોક્તાઓ તેમની પછીની ખરીદીમાં રીડિમ કરી શકે છે. ઉપભોક્તાઓને તેમના કિચન સાથે ફ્રી ચિમ્ની જીતવાની તક પણ મળી શકે છે. એક્સક્લૂઝિવ ઓફરમાં પ્રીમિયમ કમ્ફર્ટર્સ અને ગોદરેજ ઇન્ટેરિયો મેટ્રેસ્સીસ સાથે ઓશિકા જેવી ગિફ્ટ ફ્રીમાં મળશે.
ગોદરેજ ઇન્ટેરિયોના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ (બી2સી) શ્રી સુબોધ મહેતાએ કહ્યું હતું કે, “ગુજરાત રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર છે અને અતિ જીવંત શહેર છે. શહેરના રહેવાસીઓ ડિઝાઇનર અને મોડ્યુલર હોમ ફર્નિચર માટે હંમેશા ઝુકાવ ધરાવે છે. રોગચાળા દરમિયાન ગ્રાહકનો વધુ વાજબી ઉત્પાદનો તરફનો ઝુકાવ વધ્યો છે.
એની પાછળનો વિચાર સારી ડિઝાઇન ધરાવતા, ઉપયોગી હોમ ફર્નિશિંગ ઉત્પાદનોની વિસ્તૃત રેન્જ ઓફર કરવાનો છે, જે ગ્રાહકના વોલેટ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વાજબી છે. આ અમે તાજેતરમાં રજૂ કરેલી આવશ્યક ઉત્પાદનોની રેન્જ પૂર્ણ કરે છે. આપણે પ્રકાશ અને ખુશીના તહેવારોની ઉજવણી કરવા અગ્રેસર હોવાથી અમદાવાદ રોગચાળા સામે મહિનાઓની લાંબી લડાઈ પછી ઉજવણી કરવા તૈયાર છે.
અમે અમદાવાદમાં અમારા ગ્રાહકોને તેમના પ્રિયજનો સાથે તહેવારોની આનંદપૂર્વક ઉજવણી કરવા સક્ષમ બનાવવા આ પરિવર્તનકારક રેન્જ લોંચ કરી છે.”