Western Times News

Gujarati News

ગોદરેજ પ્રોફેશનલે ત્રણ નવા હેર કલર રજૂ કર્યા- હેઝલ, એશ અને ચેરી રેડ

લગ્નની આ સિઝનમાં અમારા હોટેસ્ટ હેર ટ્રેન્ડ – મની પીસને અજમાવો અને અતિ સુંદર લૂક મેળવો

બ્યુટી ક્વિન કિમ કાર્ડશિયન, બેયન્સ અને જેનિફર લોપેઝ જેવા હોટ હેર ટ્રેન્ડને અજમાવો. હેર કલર, કેર, સ્ટાઇલિંગ અને કેરટિનમાં વિવિધ પ્રોડક્ટ સાથે પ્રોફેશનલ સલોન બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલએ 2020માં સૌથી વધુ પસંદગી પામેલા હેર કલર ટ્રેન્ડ ‘મની પીસ’ના ભાગરૂપે ત્રણ નવા હેર કલર લૂક પ્રસ્તુત કર્યા છે. એના શેડ છે – હેઝલ, એશ અને ચેરી રેડ, જે ભારતીય હેર ટાઇપ માટે પરફેક્ટ છે. ગોદરેજ પ્રોફેશનલ દ્વારા આ નવા ‘મની પીસ’ તમને અતિ સુંદર અને વિશિષ્ટ લૂક આપશે. Godrej Professional’s Money Piece Looks for Wedding Season. 

મની પીસ એક ટેકનિક છે, જે સુંદર ફેસ ફ્રેમિંગ હાઇલાઇટ સાથે સંબંધિત છે, જે તાત્કાલિક આકર્ષણ પર ધ્યાન ખેંચવા કલરમાં બ્રાઇટ પોપ ઉમેરશે. આ સમય બચાવે છે અને વાજબી ખર્ચ ધરાવે છે એટલે આ ‘મની પીસ’ તરીકે પ્રસિદ્ધ થઈ છે.

ફેસ ફ્રેમિંગ બાકીના હેર સાથે કોન્ટ્રાસ્ટ ઊભો કરે છે, જે સરળ, અસરકારક છતાં આકર્ષકતા પેદા કરે છે. આ તમામ હેર ટેક્સચર્સ અને ટાઇપ માટે સરળ છતાં અસરકારક અને ઉપયોગી છે. તમામ હેર ટેક્સચર્સ અને ટાઇપ માટે આ ટ્રેન્ડ ઉપયોગી છે. એટલે એમાં નવાઈ નથી કે, મની પીસ 2021 માટે પણ મોટા ટ્રેન્ડ તરીકે જળવાઈ રહેશે એવી ધારણા છે.

ગોદરેજ પ્રોફેશનલ એક્ષ્પર્ટ અને ભારતના ટોચના ત્રણ હેર સ્ટાઇલિસ્ટ દરેક લૂકને વિશિષ્ટ બનાવવા એકમંચ પર આવ્યાં છે. ગોદરેજ પ્રોફેશનલના એજયુકેશન એમ્બેસેડર આશા હરિહરનએ  ‘હેઝલ’ લૂક ક્રિએટ કર્યો છે. ગોદરેજ પ્રોફેશનલના ટેકનિકલ એમ્બેસેડર સિલ્વિયા ચેનએ કૂલ ટોન લૂક ‘એશ’ ક્રિએટ કર્યો છે. જ્યારે ગોદરેજ પ્રોફેશનલ માટે ટેકનિકલ એમ્બેસેડર રયાન ડીરોઝારિયોએ સ્પેશ્યલ રેડ ટોન પર કામ કર્યું છે, જે ભારતીય સ્કિન ટોન ‘ચેરી રેડ’ સાથે સુસંગત છે.

ગોદરેજ પ્રોફેશનલના નેશનલ ટેકનિકલ હેડ હીના દલ્વીએ કહ્યું હતું કે, મની પીસ ટ્રેન્ડ ચાલુ વર્ષે બેયન્સે શરૂ કર્યો હતો અને એને અતિ લોકપ્રિયતા મળી છે. આ ટ્રેન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે હોટ હેર ટ્રેન્ડ બની ગયો છે. અમને આ હેર કલર ટ્રેન્ડ પર ખાસ હેર કલર લૂક પ્રસ્તુત કરવાની ખુશી છે. આ ટેકનિકની શ્રેષ્ઠ બાબત એ છે કે, આ લો મેઇન્ટેનન્સનું નવું પાસું પ્રદાન કરે છે.

જો તમારા હેર ડાર્ક હોય, તો સઘન ટ્રીટમેન્ટ કર્યા વિના થોડા લાઇટ કલરને ઇન્ટિગ્રેટ કરવાની શ્રેષ્ઠ રીત છે. આ મહત્ત્વપૂર્ણ પણ રિફાઇન લૂક પ્રદાન કરશે, જે ખરેખર આકર્ષક બનશે. અમારી એક્ષ્પર્ટ પેનલે ક્રિએટ કરેલા નવા લૂક તહેવાર તેમજ શિયાળાની આગામી સિઝન માટે આદર્શ ટ્રેન્ડ બનવા સજ્જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.