ગોદરેજે આર્કિટેક્ચરલ ફિટિંગમાં નવા લોન્ચ સાથે હોમ ડેકોર પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો
અમદાવાદમાં પ્રથમ વખત નવા હોમ ડેકોર હેન્ડલ્સ, રસોડા માટે કસ્ટમાઇઝ ઓર્ગેનાઈઝર્સ અને અન્ય પ્રોડક્ટ્સનું અનાવરણ કર્યું
ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફીટીંગ્સ અને સિસ્ટમ્સ વર્તમાન નાણાંકીય વર્ષમાં ગુજરાત રાજ્યમાં 20% વૃદ્ધિની આશા રાખે છે
અમદાવાદ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનો બિઝનેસ એવી ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ (GLAFS) એ આજે ગુજરાતમાં ઔપચારિક લોન્ચિંગ પૂર્વે અમદાવાદમાં હોમ ડિઝાઈન, આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને વધુમાં નવી નવીનતાઓ રજૂ કરી હતી.
આ બ્રાન્ડ દેશમાં લૉકીંગ સોલ્યુશન્સનો સમાનાર્થી છે પરંતુ છેલ્લા 3-5 વર્ષોમાં બ્રાન્ડે ખાસ કરીને ભારતીય ગ્રાહકો માટે બનાવેલ તેમના આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને સિસ્ટમ્સ રેન્જ દ્વારા તેમના વ્યવસાયને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ડિઝાઇન અને ગુણવત્તા પર સતત ભાર મૂકવા સાથે, બ્રાન્ડનો હેતુ આર્કિટેક્ચરલ ફિટિંગ અને હોમ ડેકોર હેન્ડલ્સની વ્યાપક રેન્જ પ્રદાન કરવાનો છે જે કાર્યક્ષમતા અને સુંદરતાને એકીકૃત રીતે મિશ્રિત કરે છે. કંપની આર્કિટેક્ચરલ ફિટિંગ કેટેગરી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આગામી પાંચ વર્ષમાં ટોચની ત્રણ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે.
આર્કિટેક્ચરલ ફિટિંગ્સ કેટેગરીમાં કંપનીનું વ્યૂહાત્મક વિસ્તરણ, અસાધારણ ગુણવત્તા અને નવીન ડિઝાઇન પ્રદાન કરવા માટેના તેના અતૂટ સમર્પણ સાથે, આર્કિટેક્ચરલ ફિટિંગ સોલ્યુશન્સના વિશ્વસનીય પ્રદાતા તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.
ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ (Shyam Motwani, Business Head, Godrej Locks & Architectural Fittings and Systems,) જણાવ્યું હતું કે, “અત્યાધુનિક ડિઝાઇન અને કસ્ટમાઇઝ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ડિઝાઇન ટ્રેન્ડ્સ, અંતિમ ગ્રાહક જરૂરિયાતો અને અન્ય બાબતે આંતરદ્રષ્ટિ મેળવવા માટે ઉદ્યોગ નિષ્ણાતો, મુખ્ય ઓપિનિયન લીડર્સ, ગ્રાહકો અને અન્ય અનેક હિતધારકો સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે.
અમારી પ્રોડક્ટ્સ પર ઉપયોગમાં લેવાતા ફિનિશથી માંડીને, પછી ભલે તે રોઝ ગોલ્ડ હોય કે બ્લેક મેટ નિકલ, મટિરિયલઅને ડિઝાઇનની સંવેદનશીલતા – આ બધું ભારતીય ગ્રાહકો તેમના ઘરમાં શું ઇચ્છે છે તે ધ્યાનમાં લે છે.
નવા લૉન્ચ કરાયેલા હોમ ડેકોર હેન્ડલ્સ અલગ-અલગ ડિઝાઇન સ્ટાઈલ્સ અને પર્સનાલિટીઝમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, એટલે કે નિયો-લક્ઝરી, યુરો-મોર્ડન, અર્બન ચિક અને અત્યાધુનિક ફિનિશ સાથે સ્માર્ટ એથનિક જે ગ્રાહકોની વિકસતી માંગને પૂરી કરતી વખતે એલીગન્સનો સ્પર્શ ઉમેરે છે.”
આવી આધુનિક ડિઝાઈનની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અને તેમ છતાં ભારતીય ઉપભોક્તાને હંમેશા શ્રેષ્ઠ રીતે સમજતી બ્રાન્ડ હોવાને કારણે, ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ નવીન પ્રોડક્ટ્સ ડિઝાઇન કરે છે જે ભારતીય ઘરની જરૂરિયાતોને સંતોષે છે.
નવા રજૂ કરાયેલ સુપર SKIDO સહિત SKIDO કિચન ઓર્ગેનાઈઝર્સ ખાસ ભારતીય રસોડા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ભારતીય વાસણો જેમ કે કઢાઈ, ફ્રાય પેન અને વધુ માટે સ્ટોરેજ સોલ્યુશન્સ ઓફર કરે છે. SKIDO જગ્યાનો અસરકારક રીતે ઉપયોગ કરે છે અને વપરાશકર્તા માટે અર્ગનોમિક્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.
“ગુજરાત બજાર તરીકે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને અમારી સફળતામાં મુખ્ય ફાળો આપનારાઓમાંના એક હોવાને કારણે, અમે આ નાણાંકીય વર્ષમાં 20% વૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ” એમ શ્રી મોટવાણીએ ઉમેર્યું હતું.