Western Times News

Gujarati News

Kashmirના આ ગામમાં પોલીથીનના કચરાની સામે આપે છે સોનાનો સિક્કો

(એજન્સી)અનંતનાગ, આપણને કચરો લાગતી વસ્તુ કોઈના માટે ખજાના સમાન હોઈ શકે છે. તેમ માનીને જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જીલ્લાના એક ગામના સરપંચે અનોખું સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. પ્લાસ્ટીકના કચરાથી ગામમાં ગંદકી ન ફેલાય તે હેતુથી અનંતનાગના સાદીવારા ગામના સરપંચ ફારૂક અહેમદ ગની પોલીથીનના બદલામાં સોનાના સિકકા આપે છે.

ગનીનું કહેવું છે કે આપણે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી પર ધ્યાન નહી આપીએ તો આવનારા ૧૦ વર્ષમાં કયાંય જમીનમાં પાણીનો સ્ત્રોત રહેશે નહીં. સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા પર ધ્યાન અપાઈ જ રહયું છે. પરંતુ નાગરીકોએ પણ આ માટે યોગદાન આપવું પડશે. વ્યવસાયો વકીલ એવા ગનીએ ગ્રામજનોએઅ ઘરમાં જ કચરો ભેગો કરવા અને કયાંય ખુલ્લામાં ગંદકી ન ફેલાવા માટે સમજાવવાનું ગત વર્ષે શરૂ કર્યું હતું.

ગનીએઅ જણાવ્યું કે અમને ર૦ કિવન્ટલ પોલીથીન આપે તેને અમે સોનાનો સિકકો આપીએ છીએ. પોલીથીનનો ર૦ કિવન્ટલથી ઓછો જજથ્થો આપે તેમને ચાંદીનો સિકકો આપવાનું શરૂ કરવા વિચારી રહયા છીએ. સમાજના ઉત્કર્ષ માટેના વિચારી રહયા છીએ.

સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ ઈનોવેટીવ આઈડીયાના અમલ માટે સ્થાનીક યુવાનોએ યુથ કલબ નામનું એક સંગઠન પણ બનાવ્યું છે. આ સંગઠનના સ્વયંસેવક મોહસીન અમીને કહયું કે છેલ્લા એક વર્ષમાં અમારશા આખા વિસ્તારનો કાયાપલટ થઈ ગયો છે. અગાઉ રસ્તા પર ઠેરઠેર પોલીથીનના કચરાના ઢગલા જાેવા મળતા હતા પણ હવે કયાંય તેનું નામનિશાન નથી.

અન્ય ગામોમાં પણ આ આઈડીયા અમલી બનશે ઃપોલીથીનના કચરાના બદલામાં સોનાના સિકકા આપવાનો ગનીનો આઈડીયા ટુંક સમયમાં આનંતનાગના અન્ય ગામોમાં પણ અમલી બનશે.અનંતનાગના આસીસ્ટન્ટન કમીશ્નર ડેવલપમેન્ટ એસીડી રિયાઝ અહેમદ શાહે જણાવ્યું કે આ મોડલઈ અનંતનાગ જીલ્લાની તમામ પંચાયતોમાં અમલી બનાવાશે.

જેથી અમારા ગામડાં પોલીથીન અને કચરાથી મુકત બની શકે. આઈડીયા સાદીવારા પંચાયતનો હતો પણ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર જીલ્લામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કામ કરી રહયું છે. અમે ડોર-ટુ ડોર વેસ્ટ કલેકશન શરૂ કર્યું છે. અને કોમ્યુનીટી ડસ્ટબીન પુરી પાડી છે. ઘરે ઘરે પણ ડસ્ટબીન આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.