નાણાં ધીરધારને છેતરી સોનાની બે ચેઈન પધરાવવા આવેલા બંટી બબલી ઝડપાયા
પાલનપુર, પાલનપુરની મોટી બજાર ચોકમાં આવેલ એક ધીરધાર વેપારીને નકલી સોનાની બે ચેઈન પધરાવવા આવેલ રાજસ્થાનના બંટી બબલી વેપારીની સજાગતા થી ઝડપાઈ જવા પામ્યા હતા. એક પુરુષ અને સ્ત્રી પોતે પતિ પત્નીનો ઓળખ આપી માતાની બીમારીને લઈ પૈસાની જરૂર હોય સોનાની બે નકલી ચેઈન ગીરવે મુકવા આવ્યા હતા
જાેકે વેપારીની તપાસમાં સોનાની ચેઈનો નકલી હોવાનું જણાય આવતા આ બંટી બબલીને પોલીસના હવાલે કરાયા હતા.
પાલનપુરના મીની અંબિકા નગરમાં રહેતા અને મોટી બજાર ચોકમં નાણાં ધીરધારની દુકાન ધરાવતા રમેશકુમાર લહેરચંદ કોઠારી (જૈન) નામના વેપારી શુક્રવારના દિવસે પોતાની દુકાન પર બેઠા હતા
દરમ્યાન એક પુરુષ અને મહિલા આ દુકાને આવી જણાવેલ કે મારી માતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ હોઈ તેને અમદાવાદ રીફર કરવાની હોય સોનાની બે ચેઈન રૂ.૧.૬૦ લાખમાં ગીરવે મુકવા આવ્યા છીએ જેને વેપારીએ ૪૭ ગ્રામ વજનની બે ચેઈન લઈ બાજુની પેઢીમાં
આ ચેઈનની ખરાઈ અંગે તપાસ કરાવતા આ બન્ને ચેઈન નકલી હોવાનું માલુમ પડતા વેપારીએ પૂર્વ પોલીસને જાણ કરતા પોલીસ દુકાન પર દોડી આવી હતી અને વેપારીને સોનાના નામે નકલી ચેઈન પધરાવી ઠગાઈ કરવા આવેલ રાજસ્થાનના સ્વરૂપગંજના જીતેન્દ્રસિંહ જયસિંહ સોલંકી અને માઉન્ટ આબુની સંતોષકુંવર મદન સિંહ ભાટી નામની મહિલાને ઝડપી પાડી આ બન્ને બંટી બબલી વિરુદ્ધ શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.