20 તોલાં સોનાનાં દાગીના ભરેલો થેલો પોલીસે શોધી કાઢી પરત સોંપ્યો
લગ્ન પ્રસંગમાં જતાં મહિલા રિક્ષામાં થેલો ભૂલી ગયા હતાં
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્ય્ છે. લગ્ન પ્રસંગમાં જતી મહિલાનો ર૦ તોલા સોનાના દાગીના ભરેલો રિક્ષામાં થેલો ભુલાઈ જતાં પોલીસે સીસીટીવી કૂટેજના આધારે રિક્ષાને શોધી કાઢી દાગીના ભરેલો થેલો શોધી કાઢી મહિલાને પરત સોંપ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં કરમણપરા વિસ્તારમાં રહેતા જાહ્યવીબેન ગૌતમભાઈ ગમારા બહેનના પ્રસંગમાં કુંભારપરામાં જવા માટે ટીબી હોસ્પિટલ પાસે આવેલી રામકુટીર રોડથી એક રિક્ષામાં બેસી નીકળ્યા હતા.
તેમની પાસે રહેલા થેલામં ર૦ તોલા સોનાના દાગીના હતા. દરમિયાન કુંભારપરા ખાતે આવી જાહ્યવીબેન રિક્ષામાં ઉતરી ગયા હતા અને દાગીના ભરેલો થેલો રિક્ષામાં ભુલાઈ ગયો હતો
જેની જાણ થતા તેઓ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને ખાતે દોડી ગયા હતા અને જાણ કરતા પીઆઈ એમ.એચ.પઠાણે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં એક ટીમને કમાન્ડ કન્ટ્રોલ રૂમ (નેત્રમ) ખાતે સીસીટીવી કૂટેજ જોવા મોકલી આપી હતી. દરમિયાન કમાન્ડ કન્ટ્રોલ રૂમ (નેત્રમ) દ્વારા રિક્ષા નંબર ધ્યાને આવતા રિક્ષાચાલકને શોધી કાઢી સોનાના દાગીના ભરેલો થેલો રિક્ષાની પાછળની શીટમાં ભૂલી ગયા હતા તે શોધી કાઢયો હતો.
આ ર૦ તોલા સોનાના દાગીના ભરેલો થેલો મૂળ માલિક જાÌવીબેન ગૌતમભાઈને સુરેન્દ્રનગર સિટી બી ડીવીઝને બોલાવી તેમને પરત સોંપી માનવતાની એક મિશાલ કાયમ કરી પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર હોવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું.