Western Times News

Gujarati News

પુણેમાં એક કંપનીની વાનમાંથી ૧૩૮ કરોડના સોનાના દાગીના મળી આવ્યા

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે પુણેમાં એક કાર્ગાે કંપનીની વાનમાંથી ૧૩૮ કરોડ રૂપિયાના સોનાના દાગીના મળી આવ્યા છે. જાણકારી અનુસાર તેનું વજન ૪૩૭ કિલોથી વધુ છે. ચૂંટણી પંચ અને પુણે પોલીસે મળીને આ મોટી રિકવરી કરી છે.

પુણેના કલેક્ટર અને ચૂંટણી અધિકારી સુહાસ દીવસે કહ્યું કે આ માત્ર એક કેચ છે. સોનું જપ્ત કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે તે એક કંપનીની વાન હતી જે નિયમિતપણે ઘરેણાંનું પરિવહન કરે છે. તેની પાસે કાગળો પણ હતા. જોકે, આવકવેરા વિભાગ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે.

કલેક્ટરે કહ્યું કે, જો દસ્તાવેજો સાચા જણાશે તો દાગીના તેમને સોંપવામાં આવશે. જો તેમની પાસે સાચા કાગળો નહીં હોય તો તે જપ્ત કરવામાં આવશે. ૧૦ લાખથી વધુની કિંમતનો માલ અથવા ૧ કિલોથી વધુનું સોનું આવકવેરા વિભાગને સોંપવામાં આવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ સામગ્રીની હિલચાલ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

ચૂંટણી પંચે તમામ ચૂંટણી અધિકારીઓને કિંમતી ધાતુઓ, ડ્રગ, રોકડ અને દારૂના પરિવહન પર કડક નજર રાખવા જણાવ્યું છે. પીએન ગાડગીલ જ્વેલર્સ, પુણેના ચેરમેન સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે કેટલીકવાર ગેરસમજ થાય છે. આ માલ કાયદેસરની મર્યાદામાં લઈ જવામાં આવતો હતો અને તેના બિલ ઈમેલ પર પણ ઉપલબ્ધ છે. આમાં કશું ગેરકાયદેસર નહોતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.