તહેવારોની સીઝન દરમિયાન સોનુ અથવા દાગીના ખરીદવા ખિસ્સાને ભારે પડશે
સોનાનો ભાવ ૭૫ હજારની નજીક પહોંચ્યો
(એજન્સી)નવી દિલ્હી, સોનાના ભાવમાં પાછી ઉથલપાથલ જોવા મળી રહી છે. બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ચડ્યા અને હવે વળી પાછો ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન દરમિયાન સોનુ અથવા સોનાના આભૂષણ ખરીદવું, ખિસ્સા પર ભારે પડી શકે છે.
સોનાની કિંમતોમાં આવનારા દિવસોમાં ભારે ઉછાળો આવવાની સંભાવના છે. એક્સપર્ટનું માનીએ તો સોનાના ભાવ દિવાળી સુધીમાં આસમાને પહોંચી જશે. આજે સોનાનો ભાવ ૭૫ હજારની નજીક પહોંચી ગયો છે. ગઈકાલે સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં વધારો આવ્યો હતો. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના દેશમાં ૨૪ કેરેટ સોનાના રેટ ૭૫,૦૦૦ રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતો.
સોનાનો ભાવ ઘણા સમય બાદ ૭૫,૦૦૦ રૂપિયાના લેવલની નજીક પંહોચ્યાં છે. ચાંદીના ભાવમાં આજે તા.૧૮ સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સોનાના ભાવમાં તેજી રહી છે. આજે સોનાનો ભાવ ૭૩,૨૫૦ રૂપિયાની નજીક છે જ્યારે ચાંદીનો ભાવ ૮૮,૭૦૦ રૂપિયાની નજીર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદા ભાવમાં તેજી.
જ્યારે ચાંદીના વાયદા ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. વાયદા બજારમાં ઉલ્ટુ જોવા મળ્યું, જ્યાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. આજે ૧૮ સપ્ટેમ્બરે વાયદા બજાર પર સોનું ૧૩૧ રૂપિયા ચડીને ૭૩,૨૨૫ રૂપિયાની આસપાસ જોવા મળ્યું. જે કાલે ૭૩,૦૯૪ રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી ૩૬૩ રૂપિયાની તેજી સાથે ૮૮,૭૭૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે ૮૯,૧૪૦ રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં સોનાનો ભાવ ૭૪ હજાર ૮૯૦ રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ ૮૮ હજાર ૬૮૦ રૂપિયા નોંધાયો છે. રાજકોટ બાદ અમદાવાદમાં આજે ૭૪ હજાર ૮૯૦ રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ ૯૨ હજાર રૂપિયા નોંધાયો છે.