સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ, ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા
નવી દિલ્હી, બજેટમાં સોના-ચાંદી પર કસ્ટડી ડ્યૂટી વધારવાની જાહેરાત કરાયા બાદ બુધવારે સોનું ૫૭૯૧૦ના ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી ગયું હતું અને આજે એમસીએક્સ પર ૧.૧૧ ટકા ચઢીને ૫૮૫૨૫ રૂપિયાએ પહોંચી ગયું છે. ચાંદી પણ ૨.૦૬ ટકાના વધારા સાથે ૭૧૨૮૦ રૂપિયાના ભાવે પહોંચી ગઈ હતી. એમસીએક્સ પર સોના-ચાંદીનો આ ભાવ ક્રમશઃ ૫ એપ્રિલ અને ૩ માર્ચનો વાયદો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને ઘરેલુ માગને લીધે સોનાના ભાવમાં ગત ૪ મહિનામાં ૯૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઉછાળો નોંધાયો છે. જાેકે નવા વર્ષના પહેલા જ મહિનામાં સોનાના ભાવમાં ૪૦૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે બજેટ આવ્યા બાદ નિષ્ણાતોનું માનવું છે કે હવે સોનાનો ભાવ ૬૫૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચવાની શક્યતાઓ વધી ગઈ છે. જ્યારે ચાંદીમાં પણ ઉછાળો જાેવા મળશે. બજેટ ભાષણમાં પણ નાણામંત્રી ર્નિમલા સીતારમણે કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી. કેડિયા કોમોડિટીઝના પ્રેસીડેન્ટ અજય કેડિયા કહે છે કે સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાની આશા હતી પણ તેનાથી વિપરિત કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરી દેવાયો. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ, બજારમાં મંદીની આશંકા, ઈટીએફમાં રોકાણમાં વધારો અને કેન્દ્રીય બેન્કો દ્વારા સતત સોનાની ખરીદીને કારણે જ સોનાના ભાવમાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો તે ૯૦૦૦૦ના ભાવને સ્પર્શી શકે છે.SS2.PG