Western Times News

Gujarati News

આ કારણસર સોના-ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો

Gold Silver

બજેટમાં સોના-ચાંદી પર ડ્યૂટી વધારવા જાહેરાત કરાઈ છે

નવી દિલ્હી, સોનું-ચાંદી ખરીદવા માટે ભારત દેશનાં નાગરિકો વિશ્વભરમાં અગ્રેસર છે.જેનાં પરિણામે તેના ભાવમાં થતી વધઘટ ઉપર ભારતીય નાગરીકોની સતત નજર રહેતી હોય છે. છેલ્લાં કેટલાંક સમયથી સોના-ચાંદીના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત બજારમાં પણ સોના-ચાંદીની માંગ વધવા લાગતાં તેની આયાત પણ વધી ગઈ છે. સોના-ચાંદીના વધી રહેલાં ભાવનાં કારણે ભારતમાં તેની માંગમાં ઘટાડો થાય તેવું મનાઈ રહ્યું છે. સોના-ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક વધારો નોંધાયો છે

અને સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. સાથે સાથે ચાંદી પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી જતાં બુલિયન બજારમાં આજે તેની સીધી અસર જાેવા મળી હતી. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે જ નહીં ત્યારે તેના વધી રહેલાં ભાવો ઉપરાંત બજેટમાં પણ સોના-ચાંદી ઉપર ડ્યૂટી વધારવાની જાહેરાત કરતાં બમણો માર નાગરિકો પર પડ્યો છે.

બજેટમાં સોના-ચાંદી પર ડ્યૂટી વધારવાની જાહેરાત કરાયા બાદ બુધવારે સોનું ૫૭૯૧૦ના ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી ગયું હતું અને આજે એમસીએક્સ પર ૧.૧૧ ટકા ચઢીને ૫૮૫૨૫ રૂપિયાએ પહોંચી ગયું છે.

ચાંદી પણ ૨.૦૬ ટકાના વધારા સાથે ૭૧૨૮૦ રૂપિયાના ભાવે પહોંચી ગઈ હતી. એમસીએક્સ પર સોના-ચાંદીનો આ ભાવ ક્રમશઃ ૫ એપ્રિલ અને ૩ માર્ચનો વાયદો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને ઘરેલુ માગને લીધે સોનાના ભાવમાં ગત ૪ મહિનામાં ૯૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઉછાળો નોંધાયો છે. જાેકે નવા વર્ષના પહેલા જ મહિનામાં સોનાના ભાવમાં ૪૦૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે બજેટ આવ્યા બાદ નિષ્ણાતોનું માનવું છે કે હવે સોનાનો ભાવ ૬૫૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચવાની શક્યતાઓ વધી ગઈ છે. જ્યારે ચાંદીમાં પણ ઉછાળો જાેવા મળશે. બજેટ ભાષણમાં પણ નાણામંત્રી ર્નિમલા સીતારમણે કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી.

કેડિયા કોમોડિટીઝના પ્રેસીડેન્ટ અજય કેડિયા કહે છે કે સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાની આશા હતી પણ તેનાથી વિપરિત કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરી દેવાયો. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ, બજારમાં મંદીની આશંકા, ઈટીએફમાં રોકાણમાં વધારો અને કેન્દ્રીય બેન્કો દ્વારા સતત સોનાની ખરીદીને કારણે જ સોનાના ભાવમાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો તે ૯૦૦૦૦ના ભાવને સ્પર્શી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.