50 લાખનુંં સોનું લઈ કારીગર ફરારઃ દાગીના બનાવવા લીધું હતું
(એજન્સી)અમદાવાદ, માણેકચોકમાં જવેલરી શોપના માલીકે કારીગરને દાગીના ઘડવા માટે કેટલુંક સોનું આપ્યું હતું. આ સોનામાંથી દાગીના બનાવીને વેપારીને આપ્યા હતા. પરંતુ થોડું સોનું પોતાની પાસે રાખીને બાદમાં દાગીના બનાવીને આપવાનો વાયદો કરીને કારીગર રફુચકકર થઈ ગયો હતો.
કારીગર દુકાન અને મકાનને તાળુ મારીને ભાગી જતા વેપારીએ ખાડીયા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કર્યા બાદ પ૦ લાખનું સોનું લઈને ફરાર કારીગર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
આંબાવાડીમાં રહેતા દેવાંગભાઈ સોની માણેકચોક સાંકડી શેરીમાં દુકાન ધરાવી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. છેલ્લા દસ વર્ષથી તે સૌમેન હાજર રહે. દાણીલીમડા નામના કારીગરને દાગીના બનાવવા આપતા હતા. ગત તા.૧૦ એપ્રિલ ર૦ર૩થી તા.ર૮ માર્ચ ર૦ર૪ દરમ્યાન તેમણે સૌમેન હાજરાને ર૬૧પ,૮પ૦ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું.
સૌમેન હાજરાએ ૧૯પ૯.૦૯૧ ગ્રામના સોનાના દાગીના થોડા દિવસ બાદ આપવાનો વાયદો કર્યો હતો. આ દાગીના ન આપતા દેવાંગભાઈએ સૌમેન હાજરાને ફોન કરતા તેનો ફોન બંધ આવ્યો હતો.
જેથી સૌમેન હાજરાની દુકાન અઅને મકાન પર તપાસ કરતા બંને જગ્યાએ તાળું માર્યું હતું. આમ, કુલ પ૦ લાખનું સોનું લઈને ફરાર થઈ જતા ખાડીયા પોલીસે આ મામલે સૌમેના હાજરા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.