Western Times News

Gujarati News

ગોલ્ડ 10 ગ્રામના ₹ 62,000 અને ચાંદી કિલોના ₹ 80,000 થવાની ધારણા !

Gold to touch Rs. 62,000 per 10 grams and Silver Rs. 80,000 per kg in 2023: ICICIdirect

મુંબઈ – ભારતનું અગ્રણી વેલ્થટેક પ્લેટફોર્મ આઇસીઆઇસીઆઈડાયરેક્ટ 8.5 મિલિયનથી વધારે ગ્રાહકોને તેમના રોકાણ, વીમા અને લોનની જરૂરિયોત પૂરી કરે છે, જેણે આજે વર્ષ 2023 માટે કોમોડિટીના ભાવ પર સંભાવનાનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. આઇસીઆઇસીઆઇડાયરેક્ટને વર્ષ 2023માં આ પ્રકારના ધારણા છેઃ Gold to touch Rs. 62,000 per 10 grams and Silver Rs. 80,000 per kg in 2023: ICICIdirect

  • ગોલ્ડના ભાવ 10 ગ્રામદીઠ ₹ 62,000 તરફ આગેકૂચ કરશે, ઓલ ટાઇમ હાઈ થશે;
  • સિલ્વરના ભાવ ફરી વધીને કિલોગ્રામદીઠ ₹ 80,000 તરફ આગેકૂચ કરશે;
  • કોપરના ભાવ કિલોગ્રામદીઠ ₹ 850 તરફ આગેકૂચ કરશે;
  • એલ્યુમિનિયમના ભાવ ઊંચા રહેશે અને કિલોગ્રામદીઠ ₹ 260 તરફ આગેકૂચ કરશે;
  • ઝીંકના ભાવ કિલોગ્રામદીઠ ₹ 350 થશે; અને
  • ક્રૂડના ભાવ વર્ષ 2023માં પ્રમાણમાં સ્થિર જળવાઈ રહેશે

સંદર્ભ માટે ઉપરોક્ત કોમોડિટીઓ માટે 28 ડિસેમ્બરના બંધ ભાવ લીધા છે અને આઇસીઆઇસીઆઈડાયરેક્ટની કિંમતની ધારણા ટકાવારીમાં ફેરફાર સ્વરૂપે વ્યક્ત કરી છેઃ

કોમોડિટી વર્તમાન ભાવ YTD % ફેરફાર નાણાકીય વર્ષ 2022-23 માટે આઇસીઆઇસીઆઈડાયરેક્ટ ટાર્ગેટ હાલના ભાવની સરખામણીમાં %માં ફેરફાર
ગોલ્ડ (₹/ 10 ગ્રામ) 54,730 13.79 62,000 13.28
સિલ્વર (₹/કિલોગ્રામ) 68,870 9.91 80,000 16.16
કોપર (₹/કિલોગ્રામ) 724 -2.36 850 17.40
એલ્યુમિનિયમ (₹/કિલોગ્રામ) 208.40 -6.71 260 24.76
ઝિંક (₹/કિલોગ્રામ) 272.40 -4.52 350 28.49

આઇસીઆઇસીઆઈડાયરેક્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “આઇએમએફની વૈશ્વિક જીડીપીની સંશોધિત ધારણા, મોંઘવારીમાં ઘટાડા, વ્યાજદરમાં વધારો અટકતાં, ડોલર નબળો પડતાં અને ચીનનું બજાર ફરી ખુલવાથી વૈશ્વિક કોમોડિટીઓનું બજાર વર્ષ 2023માં મિશ્ર પ્રવાહ દર્શાવે એવી ધારણા છે તથા અત્યારે વૈશ્વિક અર્થતંત્ર ઘટાડો અનુભવે છે.

આની કોમોડિટીઓના બજાર પર મિશ્ર અસર થવાની શક્યતા છે.” આ રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું હતું કે, ઉપર ઉલ્લેખ કરેલા પરિબળો ગોલ્ડ અને સિલ્વરના બજારો માટે લાભદાયક રહેવાની ધારણા છે, જેમાં ગોલ્ડ સલામત એસેટ તરીકે અને સિલ્વર ઔદ્યોગિક ક્ષેત્રમાંથી ખરીદીઓને આકર્ષિત કરશે એવી સંભાવના છે.

આઇસીઆઇસીઆઈડાયરેક્ટએ વર્ષ 2020માં કોમોડિટી ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને ટૂંકા ગાળામાં એણે રિટેલ બજારનો 5.47 ટકા હિસ્સો મેળવ્યો છે. કોમોડિટી ટ્રેડર્સ અને રોકાણકારોને નિયમિતપણે સંશોધનસહિત ભલામણ પૂરી પાડવામાં આવે છે.

આઇસીઆઇસીઆઈડાયરેક્ટના જણાવ્યા મુજબ, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થવા છતાં ક્રૂડ ઓઇલના બજારને વર્ષ 2022માં મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઉત્પાદન અને માગ લગભગ સંતુલિત રહ્યાં હતાં. વર્ષ 2023માં ચીનનું બજાર ફરી ખુલવાથી અને ઓપેક ઓઇલનું ઉત્પાદન ઘટાડવાથી એક વાર ફરી વૈશ્વિક સ્તરે ઓઇલનો વપરાશ વધવાની ધારણા છે.

કોવિડ-19ના નિયંત્રણો નબળાં પડવાથી અવરજવરમાં વધારો થશે એવી શક્યતા છે, જેના પરિણામે ચીનની ક્રૂડ ઓઇલની આયાત વધશે. આ પૃષ્ઠભૂમિમાં એમસીએક્સ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સની કિંમત બેરલદીઠ ₹ 7850 તરફ આગેકૂચ કરશે એવી ધારણા છે.

વર્ષ 2022માં અસમાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને ચીનની વેપારમાં મર્યાદિત ભાગીદારીને કારણે મૂળભૂત ધાતુઓની કિંમતોમાં મોટી વધઘટ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે મૂળભૂત ધાતુનાં બજારમાં વર્ષ 2023માં ખાધની ધારણા છે, જે મહત્વપૂર્ણ ઉત્પાદકો પાસેથી પુરવઠાના નિયંત્રણોનું પરિણામ છે.

આઇસીઆઇસીઆડાયરેક્ટરે જણાવ્યું હતુ કે, નબળાં ડોલર, ચીનના વપરાશમાં સંભવિત વૃદ્ધિ અને ઇન્વેન્ટરીમાં ઘટાડાને કારણે મૂળભૂત ધાતુનાં બજારમાં વર્ષ 2023માં સકારાત્મક ગતિ જોવા મળશે એવી ધારણા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.