ગોંડલમાં મેંમણ જમાત ખાનામાં જુગાર રમતા ૧૭ની ધરપકડ
લગ્ન પ્રસંગે ભાડે અપાયેલા હોલમાં રમાતો હતો ઘોડીપાસાનો જુગાર, રૂ.૧.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ગોંડલ, ગોંડલમાં બે દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે શાકમાર્કેટમાં ચાલતી જુગાર કલબ પર દરોડો પાડયા બાદ એ ડિવિઝન પોલીસે ગત મોડી રાત્રે નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર દરોડા પાડી ગોંડલ તથા જેતપુરના ૧૭ જુગારીને રૂ.૧.૬૧,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. લગ્ન પ્રસંગે જમાતખાનું ભાડે અપાયું હતું જેમાં જુગાર રમાતો હતો.
પ્રાપ્ત વિત્ગત મુજબ નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં મોટી બજાર મતવા ઢોરાએ રહેતો જાવેદ નિશાર નામાણી નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળતા ગત મોડી રાતે પીઆઈ ડામોર, જમાદાર મહેન્દ્રભાઈ વાળા, મહાવીરભાઈ બોરીચા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ સાસિયા, હરેશભાઈ લુણી,
કાંતિભાઈ જાદવ તથા રણજીતભાઈ બોરડ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો જેમાં ગોંડલના નાસીર ડાડા ખીરાણી, રમઝાન ઉર્ફે ભોપલો રઝાક ગોરી, જોની કિરીટ બાટવિયા, રઈશ અસરફ ભીખરાણી, મુખ્તાર સિદ્દીક ખીરાણી, અહેમદ કાસમ ખીરાણી, હમીદ ઈદ્રીસ નાગાણી, હત્પશેન ઉર્ફે ગભો જુમા આદમાણી, સંચાલક જાવેદશ નીશાર નાગાણી તથા રઝાક મામદ દલવાણીને દબોચી લીધા હતા.
આ ઉપરાંત જેતપુરથી રમવા આવેલા સુનિલ પુરૂષોત્તમ જાદવ, દર્શન વિનુ ખાચરીયા, અખ્તર સિદ્દીક કુસાણી, સાહિદ ઈસ્માઈલ લાખાણી, નઝીર ગની રફાઈ, વિશાલ બાબુ માધાણી, નઈમ અસરફ મારફતિયા મળી ૧૭ ઈસમને પકડી પાડયા હતા. ઘોડીપાસાના બે નંગ ૧૦,ર૦૦ રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૬૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.