૩૧ દીકરીઓને સમુહ લગ્નમાં ચાંદીની નોટ, સોનાનું મંગળસુત્ર નથ, ચુક, ચાંદીના સાંકળા અપાયા

રકતદાન કેમ્પ, પૌરાણીક ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું
ગોંડલ, સરદાર પટેલ સોશીયલ ગૃપ દ્વારા ૩૧ દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્યું ૩૧ વરરાજાના વરઘોડા એક સાથે નીકળ્યાં હતા. રાષ્ટ્રીય ગાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હહતી.
રોયલ પ્રાઈમમાં સાડા સતત વીઘામાં ૩૧ સમુહ લગ્નના મંડપો, સ્ટેજ, રકતદાન કેમ્પ, સેલ્ફી પોઈન્ટ, કરીયાવર સ્ટેજ લેઉવા પટેલ સમાજનો ઈતિહાસની પૌરાણીક ચીજવસ્તુઓ પ્રદર્શન વગેરેનું આયોજન કરાયું છે. દરેક દીકરીઓને લગ્નની ચોલી સરદારર પટેલ સોશીયલ ગ્રુપ તરફથી આપવામાં આવી.
દાતાઓ દ્વારા ૩૧ દીકરી પ૦૦ રૂપિયાની ચાંદીની નોટ, સોનાના ગ્રામ વાળું મંગળસુત્ર સોનાનીનથ, ચુક, ચાંદીના સાંકળા, સોનાના ગ્રામ વાળો હાર આપવામાં આવ્યો હતો. સમુહ લગ્નોત્સવ દરમ્યાન લગ્ન મંડપ સ્થળે ૬૦ બાય ૬૦ ફૂટનો મંડપ ઉભો કરવામાં આવ્યો.
જેમાં લેઉવા પટેલના ઈતિહાસનું પ્રદર્શ્ન રાખવામાં આવ્યું. લેઉવા પટેલ સમાજનો ઈતિહાસ તેમજ ૧૦૦ વર્ષ પૌરાણીક ચીજવસ્તુઓ, રપથી વધારે પૌરાણીક વાસણો કે બેડાં ખાટલા, ફાનસ, વલોણું, પીતળનળા થાળી, વાટકા, ગાડું ચાંદીના સિકકા, પૌરાણીક, સિકકા સહીતની ૧૦૦ થી વધુ વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યુંં હતું.
સમુહ લગ્નમાં તમામ દાતાઓનું ખેસ અને શીલ્ડ આપી સન્માન કરાયું. ટ્રસ્ટીઓ બટુકભાઈ ઠુંમર ગીરધરભાઈ વેકરીયા, લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા શૈલેષભાઈ વેકરીયા, અલ્પેશભાઈ ઉધાડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ નાગરીક બેક ચેરમેન અશોકભાઈ પીપળીયા, અગ્રણીઓ નીતીનભાઈ ગાજીપરા, મેહુહલભાઈ ખાખરીયા, રસીકભાઈ ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીતુભાઈ વાઘાણી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા.
ખોડલધામ ટ્રસ્ટી દીનેશભાઈ બાંભણીયા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા કન્યા છાત્રાલયના પ્રમુખ વિઠલભાઈ ધડુક સુરતના અગ્રણી રમેશભાઈ ગજેરા, ગોડલના લેઉવા પટેલ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.