ગોંડલ સબજેલમાં કેદીઓ સ્ટાફ પર દાદાગીરી કરે છે?
પોલીસ મહાનિર્દેશકને રજુઆતઃ ગોંડલની જલ્સા જેલ કયારે સુધરશે ?
ગોંડલ, ગોડલની સબજેલમાં જેલ સહાયક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ચાર કેદીઓને હાથ પર કાચના છરકા મારી આત્મહત્યાના પ્રયાસની ઘટનાની સનસની હજુ શાંત પડી નથી ત્યાં જ જેલ કર્મચારીઓ દ્વારા પોલીસ મર્હાનિદેશક ને પત્ર લખી જેલમાં રહેલા માથાભારે કેદીઓ દ્વારા અનેકન પ્રકારે ત્રાસ અપાતો હોવાની રજુઆત કરાતા ઉલટી ગંગા સમી ઘટના બની છે.
ગોડલ સબજેલ સ્ટાફના તેર જેટલા ગાડીગ કર્મચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશકના ત્રણ પાનાનો પત્ર પાઠવી જેલ કર્મચારીઓનુેં મરોલ તુટે તે પ્રકારે કેટલાક માથાભારે કેદીઓ મનમાની ચલાવી ત્રાસ ગુજારતા હોવાની રજુઆત કરી છે કે રજુઆતમાં જણાવાયું છે
કે સબજેલમાં કેટલાક માથાભારે કેદીઓ દ્વારા જેલમાં અનઅધિકૃત પ્રવૃીત્તઓ કરવાવ દેવા અને અનઅધિકૃત વસ્તુઓ લેવા દેવા માટે જેલ સ્ટાફ નડતરરૂપ ના થાય તે માટે જેલ અધિક્ષક ને સ્ટાફ વિરૂધ્ધ ખોટી રજુઆતો કરી સ્ટાફનું મોરલ તોડવા પ્રયત્નો કરાઈ રહયા છે.
આવા કેદીઓ દ્વારા ખોટી માંદગી ઉભ્ી કરી જાપ્તા સાથે સીવીલ હોસ્પીટલ લઈ જવાતી વેળા જેલ કર્મચારીઓઅ સાથે રસ્તામાં અભદ્ર વર્તન કરાય છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે જેલ અધિક્ષક ગમારા રજા પર હતા ત્યારે ચાર્જમાં આવેલા અધિકારી ગઢવીએ આવા માથાભારે કેદીઓ સામે કડક કામગીરી કરી હોય જેલમાં શાંતી હતી.
જેલ અધિક્ષક ગમારા રજા પરથી ફરજ પર હાજર થતા આવા તત્વો દ્વારા ફરી ત્રાસ શરૂ કરાતા કર્મચારીઓઅને ડઢર છે કે આઅ કેદીઓ દ્વારા ખોટા આક્ષેપોને કારણે સ્ટાફને કોઈપણ પ્રકારની શિક્ષા કે સસ્પેન્ડ થવાની ભીતી છે. થોડા સમય પહેલા હવાલદાર જગદીશભાઈ સોલંકી પર સ્ટોરના કેદી દ્વારા હુમલો કરાયો હતો.
જેલ કર્મચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશકને લખાયેલા પત્ર અંગે જેલ અધીક્ષક ગમારાએ જણાવ્યું હતું કે આવી ગુજરાત અંગે મને કોઈ જાણનથી કે ગોડલ ની સબજેલ એક સમયે જલ્સાઘર તરીકે જાણીતી બની હતી. જેલમાં રહીને ગેરકાનુનની પ્રવૃત્તિઓ માટે નિખીલ દોગા તથા તેની ગેંગ સામે ગુજસીટોક લગાવાઈ હતી.