Fasttagનો જમાનો ગયો, હવે GPSના આધારે ટોલ ઉઘરાવાશે
નવી દિલ્હી, ભારતમાં હાઈવે પર ટોલ ભરતી વખતે હજુ પણ લાંબી લાઈનોમાંથી છુટકારો નથી મળ્યો. કેશની જગ્યાએ હવે વાહનો પર ફાસ્ટટેગના સ્ટીકર આવી ગયા હોવા છતાં ટોલ નાકા પર પહેલાની જેમ જ ભીડ જોવા મળે છે.
જોકે, સરકાર હવે આ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ભારતમાં ટૂંક સમયમાં જીપીએસના આધારે ટોલ ટેક્સ વસુલવામાં આવશે. એટલે કે જીપીએસ દ્વારા વાહનોને ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે ટોલ ભરવો પડશે.
આ સિસ્ટમ આગામી એપ્રિલ મહિનાથી જ લાગુ થવાની શક્યતા છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે જીપીએસ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં નંબર પ્લેટને ઓટોમેટિક ઓળખી લેતી એએનપીઆર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
હાલમાં સ્થિતિ એવી છે કે હાઈવે પર થોડા થોડા અંતરે ટોલ નાકા આવેલા છે અને તેમાંથી પસાર થતી વખતે વાહનચાલકોનો ઘણો સમય બગડે છે તથા મુસાફરીનો મૂડ ખરાબ થઈ જાય છે. હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ફાસ્ટેગ ઉપરાંત હવે જીપીએસ આધારિ ટેક્સ કલેક્શન સિસ્ટમ આવી રહી છે. એપ્રિલ મહિનાથી જ નવી સિસ્ટમ લાગુ થવાની શક્યતા છે.
શરૂઆતમાં જીપીએસ આધારિત સિસ્ટમ એક પાઈલટ પ્રોજેક્ટની જેમ હશે અને ફાસ્ટેગની સાથે કામ કરશે. તેનાથી દરેક ટોલ નાકા પર વાહનોની ભીડ ઘટશે તેવી આશા છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીની આવકમાં પણ મોટો વધારો થવાનો છે.
હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી વર્ષના ૪૦,૦૦૦ કરોડની કમાણી કરે છે. આગામી બેથી ત્રણ વર્ષમાં આ કમાણી વધીને ૧.૪૦ લાખ કરોડે પહોંચી જાય તેવી શક્યતા છે.
ફાસ્ટટેગ લાવવામાં આવ્યા પછી પણ ટોલ નાકા પર વેઈટિંગ ટાઈમ તો રહે જ છે. જોકે, અગાઉ કરતા હવે વેઈટ પિરિયડ ઘટી ગયો છે. ૨૦૧૮-૧૯માં ટોલ પ્લાઝા પર વાહનનો એવરેજ વેઈટિંગ ટાઈમ ૮ મિનિટનો હતો.
ત્યાર પછી ૨૦૨૦-૨૧માં ફાસ્ટેગ આવી ગયા પછી વેઈટ ટાઈમ ઘટીને ૪૭ સેકન્ડ થયો હોવાનો દાવો કરવામાં આવે છે. જોકે, હજુ પણ ઘણી જગ્યાએ ફાસ્ટટેગનો ઉપયોગ કરવા છતાં વાહનોની લાંબી લાઈન જોવા મળે છે.
૨૦૨૧માં તમામ વાહનો માટે ફાસ્ટટેગ ફરજિયાત બની ગયા છે. ફાસ્ટેગ વગર કોઈ ટોલબૂથમાંથી પસાર થાય તો તેમણે ડબલ ટોલ ભરવો પડે છે.
જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમમાં હાઈવે પર કેમેરા ગોઠવવામાં આવશે અને વાહને જે અંતર કાપ્યું હશે તેના આધારે નંબર પ્લેટને સ્કેન કરીને ટોલ વસુલવામાં આવશે. હાલમાં હ્લછજી્ટ્ઠખ્ત દ્વારા ટોલ પ્લાઝા પર આરઆરડી આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ છે.
જીપીએસ આધારિત સિસ્ટમમાં તમે વાહન ચલાવતા હોવ ત્યારે તમારી મુવમેન્ટ પર નજર રાખવામાં આવશે, તમારી એન્ટ્રી અને અેક્ઝિટ પોઈન્ટ જાણવામાં આવશે અને તે પ્રમાણે ટોલ વસુલવામાં આવશે. તેમાં તમે કેટલા ટોલ પ્લાઝામાંથી પસાર થયા છો તેની ગણતરી કરીને ટોલ કાપવામાં આવશે. તેથી દરેક બૂથ પર ફિક્સ્ડ ટોલની પદ્ધતિ બંધ થશે અને ઓછું વાહન ચલાવનાર પર ઓછો ટોલ ટેક્સ લાગશે.
આ ઉપરાંત તેનાથી હ્લછજી્ટ્ઠખ્તમાં બેલેન્સ ભરવાની કડાકૂટ નહીં રહે ડ્રાઈવરે પોતાની સાથે કેશ પણ રાખવી નહીં પડે. ટોલની ફી સિક્યોર ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને બેન્ક ખાતામાંથી સીધી ઉપાડવામાં આવશે.SS1MS