Western Times News

Gujarati News

પેન્શનધારકો માટે ખુશખબરઃ ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રમાણપત્ર – પોસ્ટ માસ્ટર જનરલ

ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે.

અમદાવાદ, હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે.

આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. આ સુવિધા તમામ ડાકઘરોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.

Good News for Pensioners: Get digital life certificate ‘JeevanPramaan’ through Post Office at door step- Postmaster General Krishna Kumar Yadav

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે કે, ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્રિય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી,

જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે.આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે. પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx)દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે.

આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા ડાકઘર બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.

નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવા માં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે.

આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે.તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.