ખુશખબર: સુપ્રસિદ્ધ ભારતીય જૈન પંચતીર્થોની યાત્રા માટે સ્વર્ણિમ અવસર!
અદાણી ગ્રુપ પરિવાર દ્વારા સમર્થિત IRCTC લિમિટેડ સમેત શિખરજી માટે આ વિશેષ પંચતીર્થ પ્રવાસનું સંચાલન કરશે
ભારતીય સંસ્કૃતિની સેવામાં અદાણી ગ્રુપ પરિવાર દ્વારા વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રુપના ઉમદા પ્રયાસોથી ધર્મપ્રેમી જનતા માટે ખાસ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમવાર ભારત ગૌરવ ટ્રેનમાં નવ દિવસીય તીર્થયાત્રા આયોજીત કરવામાં આવી છે. જેમાં AC કોચમાં ટ્રાન્સપોર્ટ સાથે શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ અને સાત્વિક જૈન ભોજન માટે અલાયદી પેન્ટ્રીકાર પણ રહેશે.
ભારત ગૌરવ ટ્રેનમાં સમેત શિખરજીની યાત્રાનો પ્રારંભ અમદાવાદ/મુંબઈ સ્ટેશનથી થશે. પહેલીવાર 3rd AC શ્રેણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી આગવી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક તીર્થસ્થાનોમાં રહેવા-જમવાની તથા બસ ટ્રાન્સપોર્ટની અનુકૂળ વ્યવસ્થા રહેશે. શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ અને સાત્વિક જૈન ભોજનની અલાયદી પેન્ટ્રીકાર ઉપલબ્ધ રહેશે.
નવ દિવસીય પ્રવાસ યાત્રાધામ રાજગૃહી, કુંડલપુર, પાવાપુરી, નાલંદા યુનિવર્સિટી, ગુણીયાજી લછુઆર, પારસનાથ ટેકરી, સમેત શિખરજી, રૂજુવાલિકા થઈને અમદાવાદ/મુંબઈ પરત ફરશે. વધુને વધુ ધર્મપ્રેમી જનતા લાભ લઈ શકે તે માટે ટિકિટના દરોમાં ભારે ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. કુલ યાત્રા ખર્ચ ₹ .25,500 થી ઘટાડીને માત્ર ₹ 15,000 પંદર હજાર (ટેક્સ સાથે) રાખવામાં આવ્યા છે. જેમાં ઉપરોક્ત તમામ સુવિધાઓ સમાવિષ્ટ છે.
યાત્રાનું સમયપત્રક
ü 4 ડિસેમ્બર થી 12 ડિસે. 2023
ü 14 ડિસેમ્બર થી 22 ડિસે. 2023
ü 9 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુ. 2024
જૈન ધર્મના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી આયોજીત આ યાત્રામાં મહત્વના પંચતીર્થોને આવરી લેવામાં આવ્યા છે. યાત્રીકોને અદાણી ફાઉન્ડેશન પ્રેરિત સથવારો- મહિલા સ્વસહાય જૂથો દ્વારા બનાવેલી ખાસ પૂજા કીટ પણ ભેટ સ્વરૂપે આપવાની યોજના છે.
અદાણી ગ્રુપ પરિવાર દ્વારા સમર્થિત IRCTC લિમિટેડ સમેત શિખરજી માટે આ વિશેષ પંચતીર્થ પ્રવાસનું સંચાલન કરશે. જે 4 ડિસેમ્બર, 2023 થી 17 ફેબ્રુઆરી, 2023 સુધી બિહાર અને ઝારખંડમાં આવેલા પ્રાચીન જૈન તીર્થસ્થાનોની મુલાકાતનો અવિસ્મરણીય અનુભવ આપશે.