જાે શાલીન ખરેખર ટીનાના પ્રેમમાં હોય તો તે સારી વાત: દલજીત

મુંબઈ, બિગ બોસ ૧૬માં રોજ કંઈકને કંઈક નવું થઈ રહ્યું છે. દર્શકોને ખબર જ છે કે આ રિયાલિટી શોની દરેક નવી સીઝનમાં કોઈકને કોઈક કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે પ્રેમ પાંગરે છે. ક્યારેક તેમનો પ્રેમ જિંદગીભરનો રહે છે તો વળી કેટલાક શો પૂરો થયાના થોડા સમયમાં જ અલગ થઈ જાય છે.
હવે આ શોની ૧૬મી સીઝનમાં પણ નવી લવસ્ટોરી આકાર લેતી દેખાઈ રહી છે. બિગ બોસ ૧૬માં શાલીન ભાનોત ટીના દત્તા તરફ આકર્ષિત થઈ રહ્યો છે. આ વાત કાચની જેમ સ્પષ્ટ દેખાય છે. આમ તો ‘બિગ બોસ’ના ઘરમાં આ બધી સામાન્ય બાબત છે.
જાેકે, હવે આ લવ એંગલ પર શાલીનની પૂર્વ પત્ની દલજીત કૌરની પ્રતિક્રિયા આવી છે. શાલીન ભાનોતે ટીના દત્તા માટે લાગણીઓ વ્યક્ત કરી છે.
જાેકે, નેશનલ ટીવી પર પાંગરી રહેલા આ પ્રેમ અંગે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ શાલીનની પૂર્વ પત્ની દલજીતને સવાલ કરતાં તેણે મજેદાર જવાબ આપ્યો છે. દલજીતે કહ્યું, જાે શાલીન ખરેખર ટીનાના પ્રેમમાં હોય તો તે સારી વાત છે.
ફરીથી પ્રેમમાં પડવું તે આશીર્વાદ છે. જાે શાલીનને ફરી પ્રેમ મળી ગયો હોય તો આ સારી બાબત છે. બિગ બોસ ૧૬ના ઘરમાં શાલીન ભાનોત અને ટીના દત્તા વચ્ચે વધી રહેલી નિકટતા ઉડીને આંખે વળગે તેવી છે.
પરંતુ ઘરની અંદરના સભ્યો તેમજ બહાર ટીવી પર આ શો જાેતાં દર્શકોને કન્ફ્યૂઝન છે કે, આ બંને વચ્ચેનો પ્રેમ ખરેખર સાચો છે કે પછી શો માટે કરેલું નાટક છે? મૂડ સ્વિંગ્સ ધરાવતી ટીનાના મનમાં શાલીન માટે લાગણીઓ છે કે નહીં? તે તો આગામી એપિસોડમાં ખબર પડી જશે. દરમિયાન આગામી એપિસોડમાં બંને વચ્ચે નિકટતા વધશે તેવું હાલ તો લાગી રહ્યું છે. એવામાં સુમ્બુલનું શું થશે તે જાેવું પણ રસપ્રદ બની રહેશે.SS1MS