Western Times News

Gujarati News

શરીરની તંદુરસ્તી માટે નાસ્તો કરવાનો સાચો સમય કયો છે જાણો છો?

નાસ્તો કરવાનો યોગ્ય સમય કયો છે? ૯૦% લોકો જવાબ જાણતા નથી -સવારે યોગ્ય સમયે નાસ્તો ન કરવાથી તમારા શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે

(એજન્સી)નવીદિલ્હી, ખાવા માટે સૌથી મહત્વપુર્ણ ભોજન છે. નાસ્તો સવાના નાસતા એ શરીર માટે ઉર્જાના શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે દિવસભર કામ કરવા માટે જરૂરી છે. આ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહી પરંતુ માનસીક સ્વાસ્થય પર પણ અસર કરે છે. જે શરીર ના વિવિષ ભાગોને ઉજા પ્રદાન કરે છે.

જેના કારણે મગજની યોગ્ય કામગીરી પણ થાય છે. અને ઉત્સાહીત રહે છે.પરંતુ શું તમે નાસ્તો કરવાનો યોગ્ય સમય જાણી છે ? જાે નહી તો તો ચાલો તમને જણાવીએ પરંતુ તે પહેલા તમારે જાણી લેવું જાેઈએ કે જાે તમે સમયસર નાસ્તો ન કરો તો શું થાય છે ?

સવારે યોગ્ય સમયે નાસ્તો ન કરવાથી તમારા શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જાે તમે તમારા શરીરને યોગ્ય માત્રામાં ઉર્જા પ્રદાન નથી કરતા. તો તે તમારા દિવસના પહેલા ભાગમાં થાક અને ઉર્જાના અભાવના સ્વરૂપમાં દેખાઈ શકે છે. આ સિવાય યોગ્ય સમયે નાસ્તો ન કરવાથી તમારી ભુખ વધી શકે છે. જેના કારણે તમે ખાવામાં વધુ સમય પસાર કરવાનું શરૂ કરો છો અને તેનાથી તમારા શરીરનું વજન વધવાની શકયતા વધી જાય છે.

સવારના ૭થી૮ વાગ્યા સુધીનીો નાસ્તો કરવાનો શ્રેષ્ઠ સમય છે. જાેકે, કોઈ પણ સંજાેગોમાં તમારે સવારે ૧૦ વાગ્યા પછી નાસ્તો કરવામાં મોડું ન કરવું જાેઈએ. બીજી તરફ જાે તમે મોડેથી જાગો છો તો નાસ્તો કરવાનો શ્રેષ્ઠ સમય જાવાના એક કલાકની અંદર છે.

આનું કારણ એ છે કે રાત્રીના ઉપવાસ પછી આપણા શરીરને બળતણની જરૂર પડે ેછ. અને સામાન્ય રીતે સવારે ગ્લુકોઝનું સ્તર ઓછું હોય છે. નાસ્તો ખાવાથી આપણા ચયાપચયને શરૂ કરવામાં મદદ મળે છે. અને દિવસની શરૂઆત કરવા માટે ઉર્જા મળે છે.

સવારના નાસ્તામાં ફળો શાકભાજી અને અનાજનું સેવન કરવાથી શરીરને ફાઈબર મળે છે. જે પાચન માટે સારું રહે છે. જાે તમે ઈચ્છો તો સવારના નાસ્તામાં ઓટમીલ, ફળો અને શાકભાજીની સ્મુધી, ઈંડા અને ટોસ્ટ વગેરેનો સમાવેશ કરી શકો છો. સવારે નાસ્તો ખાવાથી ભુખ ઓછી લાગે છે. જે વધુ પડતું ખાવાનું અટકાવે છે. અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. તેથી સવારે નાસ્તો કરવા ખુબ જ મહત્વપુર્ણ છે. અને તે નકરવું શરીર માટે નુકશાનકાર હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.