પાટા પરથી માલગાડી ઊતરીને પ્લેફોર્મ પર જતી રહી, બેનાં મોત

(એજન્સી)જાજપુર, ઓડિશાના જાજપુરના કોરેઈ રેલવે સ્ટેશન પર સોમવારે સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના કોરાઈ સ્ટેશન પર આજે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી.
ગુડ્સ ટ્રેનના ડબ્બા પ્લેટફોર્મ પર બનેલા વેઇટિંગ હોલ અને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન ૨ મુસાફરો તેની સાથે અથડાઈ ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને કારણે બે રેલ્વે લાઈનો બ્લોક થઈ ગઈ હતી. સ્ટેશન બિલ્ડિંગને પણ નુકસાન થયું છે.
રાહત ટીમ, રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ગુડ્સ ટ્રેનના ડબ્બા નીચે હજુ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાને દુઃખદ ગણાવતા ઉત્તર પૂર્વ રેલવેના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, અકસ્માત પાછળના કારણની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.
અકસ્માત બાદ અપ અને ડાઉન બંને સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના આજે સવારે ૬ઃ૪૦ વાગ્યે બની હતી. જાજપુરના પોલીસ અધિક્ષક રાહુલ પીઆરએ જણાવ્યું હતું કે, કોરેઈ સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો બલૌર-ભુવનેશ્વર ડીએમયુમાં સવાર થવા માટે રાહ જાેઈ રહ્યા હતા
ત્યારે એક ઝડપી માલગાડી અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના કેટલાક કોચ પ્લેટફોર્મ પર ચઢી ગયા હતા જેણે રાહ જાેઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, અકસ્માતમાં ઓછામાં ઓછા ૨ લોકોના મોત થયા છે અને એક બાળક સહિત ૨ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમને આશંકા છે કે, બોગીની નીચે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માત સ્થળ પર હાજર રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, સ્ટેશન પરથી પસાર થતી વખતે માલગાડીની રફ્તાર ધીમી હોવી જાેઈએ
પરંતુ પાટા પરથી ઉતરી ગયેલી માલગાડીની ગતિ તેજ હતી. એક અધિકારીએ કહ્યું કે, અકસ્માત એટલો ભયંકર હતો કે, માલગાડીના કેટલાક વૈગન સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર ચઢી ગયા હતા તેની તેને પણ ઘણું નુકશાન થયુ હતું. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. ઈસીઓઆરએ ઘટનાસ્થળે મેડિકલ ટીમ મોકલી છે.