Western Times News

Gujarati News

ભારતી એરટેલમાં ગુગલે હિસ્સો ખરીદ્યો, ૭.૧૧ કરોડ શેર ખરીદશે

Fines Photo

ભારતી એરટેલે શેર દીઠ રૂ. ૭૩૪ના ઇશ્યૂ ભાવે ગુગલને ૭.૧૧ કરોડ શેરની પ્રેફરન્શિયલ ફાળવણીને મંજૂરી આપી

નવી દિલ્હી,  ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં વૈશ્વિક જાયન્ટ ટેક્નોલોજી કંપની ગૂગલે હિસ્સો ખરીદ્યો છે. ભારતમાં ગત વર્ષ ૧૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કર્યા બાદ રિલાયન્સ જિયો બાદ હવે આ ગૂગલનો ભારતીય ટેલિકોમ સેક્ટરમાં બીજાે સોદો છે.

જાન્યુઆરીમાં ૧ અબજ ડોલરના રોકાણની જાહેરાત સંદર્ભે આજે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યા અનુસાર ભારતી એરટેલના ૭.૧૧ કરોડ શેર ગૂગલ ખરીદશે. પ્રેફરન્શિયલ ધોરણે કંપની આ શેર ખરીદશે.

૧૪ જુલાઇના રોજ સબમિટ કરાયેલ નિયમનકારી ફાઇલિંગ મુજબ, ભારતી એરટેલે શેર દીઠ રૂ. ૭૩૪ના ઇશ્યૂ ભાવે ગુગલને ૭.૧૧ કરોડ શેરની પ્રેફરન્શિયલ ફાળવણીને મંજૂરી આપી છે.આ સાથે ગુગલ પાસે કંપનીની કુલ ઈક્વિટી શેરનો ૧.૨ ટકા હિસ્સો ધરાવશે.

સુનીલ મિત્તલ સમૂહની કંપનીએ બીએસઈ ખાતેની ફાઈલિંગમાં જણાવ્યું કે, “કંપનીની ‘સ્પેશિયલ કમિટી ઓફ ડિરેક્ટર્સ ફોર પ્રેફરન્શિયલ એલોટમેન્ટ’ એ આજે યોજાયેલી મીટિંગમાં, ૧૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ રૂ. ૫/-ના ફેસ વેલ્યુના ૭૧,૧૭૬,૮૩૯ ઇક્વિટી શેરની ફાળવણી ગૂગલ ઇન્ટરનેશનલ એલએલસીને કરવા મંજૂરી આપી છે. આ શેર ગૂગલને ૭૩૪/-ના ભાવે ઈશ્યુ કરવામાં આવશે. SS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.