આ વખતે દિવાળીમાં ગુજરાતની જનતાએ AAPનું ઝાડુ ચલાવીને મહા સાફ-સફાઈ કરવાનું નક્કી કર્યું છે: ઇટાલિયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/AAP-1-e1666586260974.jpg)
*માજી સૈનિક ખુશાલભાઇ વાઢું અને પૂર્વ તા.પં. ઉપપ્રમુખ અને આદિવાસી અગ્રણી દાદરા નગર હવેલીના સાંસદના પિતા શંકરભાઈ પટેલ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ‘આપ’માં જોડાયા.*
પંજાબમાં ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરીને સરકારી કર્મચારીઓની અંદર નવી આશા જગાવી છે: AAP ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઇટાલિયાએ શંકરભાઈ પટેલ અને ખુશાલભાઇ વાઢું સહિત અનેક અગ્રણીઓને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા
*આમ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે એવી હૈયાધારણા અને એવો વિશ્વાસ આખા દેશને છે: ગોપાલ ઈટાલિયા*
તમામ સમાજના આગેવાનો, રાજનીતિ સાથે જોડાયેલા અનુભવી લોકો, સમાજના બુદ્ધિજીવીઓ અને ગુજરાતનું ભલું ઇચ્છતા સૌ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ગોપાલ ઈટાલિયા
અમદાવાદ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ શંકરભાઈ પટેલ અને ખુશાલભાઇ વાઢું અને અગ્રણીઓને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે
ત્યારે કપરાડા વિધાનસભામાંથી અગ્રણીઓએ આમ આદમીનો ખેસ ધારણ કરવાથી રાજકીય ભારે હલચલ મચી છે. તમામ સમાજના આગેવાનો, રાજનીતિ સાથે જોડાયેલા અનુભવી લોકો, સમાજના બુદ્ધિજીવીઓ અને ગુજરાતનું ભલું ઇચ્છતા સૌ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર દિવસેને દિવસે જબરદસ્ત દમદાર વિકલ્પ તરીકે સ્થાપિત થઈ રહી છે. અરવિંદ કેજરીવાલજીની જે ગેરંટીઓ છે 300 યુનિટ વીજળી ફ્રી, દરેક બાળકને શાનદાર સરકારી શિક્ષણ મફત, દરેક માટે મફતમાં આરોગ્યની વ્યવસ્થા, ભ્રષ્ટાચાર નાબુદી, યુવાનો માટે 10 લાખ સરકારી નોકરીઓ, મહિલાઓ માટે દર મહિને 1000 રૂપિયાની સન્માન રાશિ અને આદિવાસી સમાજ માટે પેસા કાનૂન અને અનુસૂચિ પાંચની અમલવારી એમ આ તમામ ગેરંટીઓ સમાજના તમામ વર્ગ સુધી પહોંચાડતા પહોંચાડતા જનતા સુધી એક વાત ખૂબ જ મજબૂતીથી પહોંચી છે કે અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે.
જેવી રીતે પંજાબની અંદર અરવિંદ કેજરીવાલજીએ ચૂંટણી સમયે ગેરંટી આપેલી કે આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર બનશે તો ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરવામાં આવશે અને પંજાબના માનનીય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પંજાબમાં ‘જૂની પેન્શન યોજના’ લાગુ કરીને આખા દેશના સરકારી કર્મચારીઓની અંદર એક નવી આશા જગાવી છે.
આમ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે એવી હૈયાધારણા અને એવો વિશ્વાસ આખા દેશને છે. જેમ જેમ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી લોકો સુધી પહોંચી છે, ત્યારે લોકો સામે ચાલીને ખુશ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દિવસેને દિવસે હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતમાં પરિવર્તન લાવવાની જે મુહિમ છે તે મુહિમના સૈનિકો બની રહ્યા છે.
જેમાં શિક્ષણનું ખાનગીકરણ હોય કે સરકારી આરોગ્ય વ્યવસ્થાનું ખાનગીકરણ હોય કે વાહન વ્યવહાર સેવાનું ખાનગીકરણ હોય, દરેક જગ્યાએ એમના મળતીયાઓ એમની કંપની વચ્ચે લાવીને જનતાનું શોષણ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરે છે.
ત્યારે ગુજરાત માટે આશાનું કિરણ બનીને, ભરોસાનું કેન્દ્ર બનીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી આવ્યા છે. તમામ સમાજના આગેવાનો, રાજનીતિ સાથે જોડાયેલા અનુભવી લોકો, સમાજના બુદ્ધિજીવીઓ અને ગુજરાતનું ભલું ઇચ્છતા સૌ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.