2.95 કરોડનાં ખર્ચે ગોતા-જોધપુરની મેઈન ડ્રેનેજ લાઈનો સાફ કરાશે
ડિસિલ્ટીગથી વરસાદી પાણી રોડ પર ભરાવાની સમસ્યા ઘટશે તેવો મ્યુનિ.સત્તાધીશોને દાવો
(એજન્સી)અમદાવાદ, આગામી ચોમાસામાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરવાની સમસ્યનો સામનો કરવાની તૈયારીમાં ભાગરૂપે મ્યુનિ.દ્વારા જોધપુર અને ગોતા વિસ્તારની મેઈન ડ્રેનેજ લાઈનોને ર.૯પ કરોડના જંગી ખર્ચે સીસીટીવી ટેકનોલોજી ધરાવતી સીસ્ટમ સાથે સાફ કરવામાં આવશે.
મ્યુનિ. સ્ટેકમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી નાગરીકો અને વાહનચાલકોને વેઠવી પડતી હાલાકી હળવી કરવાની નેમ સાથે આગોતરૂ આયોજન કરવામાં આવી રહયું છે. અને શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મેઈન ડ્રેનેજ લાઈન સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ લાઈન, મેનહોલ, કેચપીટો વગેરેને અત્યારથી જ સફાઈ કરવાનું નકકી કરાયું છે.
તાજેતરમાં સ્ટેન્ડીગ કમીટીમાં રૂ.ર.૬પ કરોડના ખર્ચે દક્ષીણ-પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં ડ્રેનેજ લાઈનના સીસીટીવી સીસ્ટમ સાથેની ડીસ્ટલ્ટીગ મશીનરીથી સફાઈની કામગીરી રવા માટે મંજૂરી આપવામાં આવી છે.
જોધપુર વોર્ડમાં ૧૩ર ફૂટ રીગરોડથી આઈઓસી ક્રોસ રોડથી ફાલ્ગુન કોર્સો રોડ થઈ ઓમકારેશ્વર મંદીર સુધીના રોડ અને જરૂરી તમામ જગ્યાએ હયાત મેઈન ડ્રેનજ લાઈન તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના ડીસીલ્ટીગની કામગીરી કરવા માટે કોન્ટ્રાકટર વર્મ ઈન્ડીયાનું ૧ કરોડ ૩ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.
જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા વોર્ડમાં આવેલા સાયન્સ સીટી સ્તિારોમાં જુદી જુદી જગ્યાએ સીસીટીવી પદ્ધતિથી કામગીરી કરવા માટે કોન્ટ્ર્કટર રૂબીકોન ઈન્સ્પેકશન સીસ્ટમ પ્રા.લીનું ૧ કરોડ ૬ર લાખનું ટેન્ડર મંજૂર કરીને કામગીરી સોપવાનું નકકી કરવામાં આવ્યું
છે.
આગામી દિવસોમાં શહેરના અન્ય વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં તબકકાવારર રીતે સીસીટીવી પદ્ધતિથી મેઈન ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના ડીસીલ્ટીગની કામગીરી હાથ ધરવામાં આવશે.