સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૭ %નો વધારો કરાયો
અમદાવાદ, ગુજરાતના નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ૬ઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૭ % વધ્યું છે. આ મોંઘવારી ભથ્થું ૫ મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે. ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ આપવામાં આવશે. સરકારી પેન્શનરોને તફાવતની રકમ ચૂકવવામાં આવશે.
ગુજરાત સરકારના કર્મચારી છો અને ૭મું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે સરકારના ૬ઠ્ઠા પગાર પંચ હસ્તકના દરેક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ૬ઠ્ઠા પગારપંચ હસ્તકના સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૭ ટકા વધ્યું છે.
રાજ્યસેવાના અને પંચાયત સેવા, શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકાર હસ્તકના પ્રોવીડન્ડ ફંડ ખાતાના કર્મચારીઓ અને સરકારના ૬ઠ્ઠા પગાર પંચ હસ્તકના દરેક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પાંચ માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી માસમાં ચૂકવાશે અને પેન્શનરોને પણ તફાવતની રકમ ચૂકવવામાં આવશે.
નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં ૨ વખત મોંઘવારી ભથ્થુ વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. રાજ્યમાં ૫મા અને ૬ઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસને આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળી શકશે.