હવે સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ
નવી દિલ્હીઃ ફેક ન્યૂઝને લઈ પત્રકારોની માન્યતા સમાપ્ત કરવાના વિવાદાસ્પદ આદેશ બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયએ ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યૂલેટ કરવા માટે નિયમ બનાવી દીધા છે. મંત્રાલયે તેના માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તે મુજબ હજે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, ઓનલાઇન કન્ટેન્ટ પ્રોવાઇડર સૂચના અને પ્રસારણ મંત્રાલગના દાયરામાં આવશે.
કેન્દ્ર સરકારે આ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક મામલામાં વકાલત કરી હતી કે ઓનલાઇન માધ્યમોને રેગ્યૂલેશન ટીવીથી વધુ જરૂરી છે. હવે સરકારે ઓનલાઇન માધ્યમોથી ન્યૂઝ કે કોન્ટેન્ટ આપનારા માધ્યમોને મંત્રાલય હેઠળ લાવવાનું પગલું ભર્યું છે.
ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટ્સને રેગ્યૂલેટ કરવા માટે સરકારે 10 સભ્યોની કમિટી બનાવી હતી. આ કમિટીમાં સૂચના તથા પ્રસારણ, કાયદા, ગૃહ, આઇટી મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશનના સચિવોને સામેલ કરવામાં આવ્યા.
આ ઉપરાંત MyGovના ચીફ એક્ઝિક્યૂટિવ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન અને ઈન્ડિયન બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે. કમિટીથી ઓનલાઇન મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ઓનલાઇન કોન્ટેન્ટ પ્લેટફોર્મ માટે યોગ્ય નીતિઓની ભલામણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા કેન્દ્ર સરકારના સોગંધનામા મુજબ, દેશભરમાં સરકારે 385 ચેનલોને નિયમિત ન્યૂઝ ચેનલના લાઇસન્સ આપ્યા છે. આ ચેનલ સમાચારોની સાથે મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે. તેમાં મુલાકાત, ડિબેટ કાર્યક્રમ અને જનતા સુધી જાણકારી પહોંચાડનારા અન્ય અનેક કાર્યક્રમ પણ હોય છે.