Western Times News

Gujarati News

સરકાર યુટ્યુબર્સ પર નિયંત્રણ રાખવાની તૈયારી કરી રહી હતી: બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચ્યું

કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ પરત લીધુંઃ નવો ડ્રાફ્ટ તૈયાર થશે

(એજન્સી)નવીદિલ્હી, કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ ૨૦૨૪ પાછું ખેંચી લીધું છે. બીલનો ડ્રાફ્ટ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હિસ્સેદારોના સૂચનો અને પ્રતિસાદ માટે મોકલવામાં આવ્યો હતો.

પરંતુ હવે વિગતવાર ચર્ચા બાદ સરકાર નવો ડ્રાફ્ટ બહાર પાડશે. મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટ પાછો ખેંચવા પાછળ ધ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ અને ડિજિટલ એસોસિએશનનું દબાણ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. જૂના ડ્રાફ્ટ અનુસાર, સરકાર યુટ્યુબર્સ પર નિયંત્રણ રાખવાની તૈયારી કરી રહી હતી.

મંત્રાલયે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્ટ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય ડ્રાફ્ટ બિલ પર હિતધારકો સાથે સતત પરામર્શ કરી રહ્યું છે. હાલમાં, મંત્રાલયે બિલની તૈયારી અંગે લોકોને ટિપ્પણીઓ અને સૂચનો આપવા માટે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીનો વધારાનો સમય આપ્યો છે. વિગતવાર પરામર્શ બાદ નવો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.

અગાઉ, સરકારે હિતધારકો અને સામાન્ય લોકોની સલાહ લેવા માટે ગયા વર્ષે ૧૦ નવેમ્બરના રોજ ડ્રાફ્ટ બિલ ૨૦૨૩ પબ્લિક ડોમેનમાં મૂક્યું હતું. જવાબમાં, સામાન્ય જનતા તેમજ અનેક સંસ્થાઓ તરફથી આ સંદર્ભે મોટી સંખ્યામાં ભલામણો, ટિપ્પણીઓ અને સૂચનો કરવામાં આવ્યા છે.

જૂના ડ્રાફ્ટ અનુસાર, સરકાર યુટ્યુબર્સ પર જકડી રાખવાની તૈયારી કરી રહી હતી. આ ઉપરાંત, તે બ્રોડકાસ્ટ બિલના ડ્રાફ્ટમાં, સમાચાર પ્રભાવકોને બ્રોડકાસ્ટરની શ્રેણીમાં રાખવાની પણ જોગવાઈ હતી. આમાં, તેમના માટે ડિજિટલ સમાચાર પ્રસારણની શ્રેણી બનાવી શકાઈ હોત.બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ બિલ ૨૦૨૪નો આ બીજો ડ્રાફ્ટ હતો, જે હાલના કેબલ ટીવી નેટવર્ક એક્ટ ૧૯૯૫નું સ્થાન લેશે.

તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિતપણે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરે છે અથવા પોડકાસ્ટ બનાવે છે અથવા વર્તમાન બાબતો વિશે ઓનલાઈન લખે છે તેમને ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ તરીકે વર્ગીકૃત કરી શકાય છે.

આ ઉપરાંત ઓટીટી બ્રોડકાસ્ટિંગ સેવાની વ્યાખ્યામાં પણ સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે માત્ર નેટÂફ્લક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો જ નહીં, પરંતુ જેઓ નિયમિતપણે સોશિયલ મીડિયા પર તેમના કટેંટ અપલોડ કરે છે તેઓ પણ ચોક્કસપણે ઓટીટી બ્રોડકાસ્ટિંગ સેવાના દાયરામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.