પંજાબમાં સરકારી ભવનોને દિવ્યાંગોને અનુકૂળ બનાવવામાં આવશેઃ હરભજન સિંહ
ચંદીગઢ, પંજાબના લોક નિર્માણ મંત્રી હરભજન સિંહે જણાવ્યુ હતુ કે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં ૭૭ સરકારી ઈમારતોને વિકલાંગ ફ્રેન્ડલી બનાવવા માટે વિશેષ સુવિધાઓના નિર્માણ પર ૩૦.૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
હરભજન સિંહે જણાવ્યુ હતુ કે ઇમારતોમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે જેમાં સીડીઓ અને રેમ્પ્સ, કોરિડોર, પ્રવેશદ્વાર, ઇમરજન્સી એક્ઝિટ અને પાર્કિંગ ઉપરાંત બાહ્ય સુવિધાઓ જેવી કે સાઇન બોર્ડ, અલાર્મ સિસ્ટમ અને વિકલાંગો માટે યોગ્ય અને વિશેષ શૌચાલયનો સમાવેશ થશે.
તેમણે કહ્યુ કે અમૃતસર, પટિયાલા અને જલંધરમાં આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સરકારી ઈમારતોને વિકલાંગ ફ્રેન્ડલી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌપ્રથમ લુધિયાણા શહેરની પસંદગી કરવામાં આવી હતી.
પંજાબના મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા તેના બજેટમાં અન્ય શહેરોની પસંદગી કરવામાં આવી છે. મંત્રીએ કહ્યુ કે સુલભ ભારત અભિયાન એ વિકલાંગ વ્યક્તિઓને સાવર્ત્રિક પ્રવેશ અને સમાન તકો પ્રદાન કરવા માટે કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી અભિયાન છે.HS1MS