સરકાર દરેકની સમસ્યા ઉકેલી શકે નહી : ઋષિ સુનક
લંડન, બ્રિટનના લોકો અત્યારે આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક પાસેથી જનતાને ઘણી આશા છે. મોટાભાગના બ્રિટિશ એ વાતની આશા કરી રહ્યા છે કે પીએમ સુનક તેમની આર્થિક મુશ્કેલીઓને ટૂંક સમયમાં જ દૂર કરી દેશે. જાેકે સુનકે સ્પષ્ટ રીતે કહી દીધુ છે કે સરકાર દરેકની સમસ્યા ઉકેલી શકે નહીં. તેમનુ કહેવુ છે કે તેઓ આગામી આર્થિક મુશ્કેલીઓ પ્રત્યે ઈમાનદાર રહીને જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
ઋષિ સુનકે કહ્યુ, હુ ગીરોની વધતી ચૂકવણી અંગે લોકોની ચિંતાઓને જાણુ છુ. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા હુ દરેક પગલા ઉઠાવવા તૈયાર છુ. હુ એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છુ કે સરકારી હસ્તક્ષેપની પણ મર્યાદા હોય છે. એ યોગ્ય છે કે આપણે જે ટ્રેડ-ઓફનો સામનો કરી રહ્યા છીએ તેને લઈને ઈમાનદાર છીએ. દરેક હવે ઉધાર લેવાની વાત કરે છે, સરકાર બધુ જ નથી કરી શકતી. ઋષિ સુનકને ઈનકમ ટેક્સ અને વેટ મુદ્દે પણ પ્રશ્ન કરવામાં આવ્યા જેની પર તેમણે કમેન્ટ કરવાની મનાઈ કરી દીધી. તેમણે કહ્યુ કે હુ ટેક્સ પોલિસી વિશે અત્યારે વાત કરવા ઈચ્છતો નથી.