સરકારી ગાડીના ૩રર૦ લીટર પેટ્રોલનો બારોબાર વહીવટ કરનાર બે ડ્રાઈવર સામે ફરિયાદ

Files Photo
ગાંધીનગર, ગાંધીનગર સચિવાલય ખાતે આવેલી સરકારી કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓને ફાળવવા આવેલી ઈનોવા અધિકારીઓને ફાળવવામાં આવેલી ઈનોવા ગાડીમાં પેટ્રોલ નહી ભરાતી તે પેટ્રોલ અન્ય ખાનગી વાહનમાં ભરાવી પેટ્રોલ કાર્ડનો દુરુપયોગ કરી બે ડ્રાઈવરોને કુલ ૩રર૦ લીટ રપેટ્રોલના બીલ રજુ કરી રૂા.૩.૧૩ લાખની ઉંચાપત કરતા નાયબ કાર્યપાલક ઈજનેર આઉટસોસીગ ના બે ડ્રાઈવર સામે ફરીયાદ નોધાવી છે.
સુત્રો મળતી વિગત મુજબ સરકરી વાહનપુરા દ્વારા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સરકારી ઈનોવા ફાળવવામાં આવી હતી. જેમાં વાહનપુલ કચેરીથી નર્મદા પુનઃવસવાટ ને સરકારી ઈનોવા નં.જી.જે૧૮. જી.બી. ૩પપપ ફાળવણી કરવામાં આવી હતી.
ત્યારે આ ગાડી પર આઉટસોસીગના ડ્રાઈવર તરીકે તા.૧-૧૧-ર૧તી તા.ર૩-૮-રર સુધી કનુભાઈ રબારી રહે. વાવોલ નોકરી કરતા હતા તેમજ લોકબુક મુજબ અન્ય એક ડ્રાઈવર હીતેશ સોલંકી ફરજ બજાવે. છે. જયારે કચેરી દ્વારા ગાડીમાં પેટ્રોલ ભરાવવામાં માટે સેકટર ૧૬ ખાતે નરનારાયણ પેટ્રોલ પપ નિયત કર્યો હતો.
પેટ્રોલ ભરાવા માટેના કાર્ડ પણ આપ્યા હતા. કચેરીના અધિક મુખ્ય સચીવને ડ્રાઈવરની પેટ્રોલ પુરાવાની કામગીરી અંગે શંકા જતા અન્ય કર્મચારી પાસે બિલોની ચકાસણી કરાવી હતી. જેથી સરકારી ગાડીની જગ્યાએ ખાનગી વાહનમાં પેટ્રોલ પુરુ હોવાની વિગતો સામે આવી હતી.
જયારે વડોદરા, આણંદ, કેવડીયા, ભરૂચ અને સુરત સહીતના સ્થળોએ મુસાફરી કરી ન હોવાા છતાં મુસાફરી દર્શાવી વાહનપુલમાંથી એડવાન્સ રૂપિયા પેટ્રોલ માટે લીધા હતા. જયારે પેટ્રોલ પંપના બોગસ અને બનાવટી બિલો બનાવી કચેરીમાં સાચા તરીકે રજુ કરી કુલ ૩રર૦ લીટર પેટ્રોલ નીછ કિ.૩.૧૩ લાખ સરકારી રૂપિયાની ઉચાપત કરી વિશ્વાસ અને છેતરપિંડી કરનાર આઉટસોસીગના બે ડ્રાઈવરો સામે ફરીયાદ નોધાઈ છે.